________________
વંદન કરશે, પરંતુ જ્ઞાનપ્રાપ્તિને અવસર હોય અથવા તે નાના સાધુ પાસેથી શાસ્ત્રાદિની વાચના લેવાને પ્રસંગ હોય તે મેટા સાધુનું કર્તવ્ય એ છે કે પોતાનાથી અધિક વિદ્વાન અને જ્ઞાની એવા નાના સાધુની વંદના કરવી. આ સન્માન કે વિનય વાચનાદાતા નાના સાધુને નહીં, પરંતુ એનામાં રહેલા જ્ઞાન અને અભ્યાસને દાખવવામાં આવે છે.
બધાની હાજરીમાં જે મેટા સાધુને નાના સાધુની વંદના કરવામાં સંકેચ થતો હોય તે તે એકાંતમાં વંદના કરીને વાચના લઈ શકે છે. એમાં કોઈ મુશ્કેલી નથી, પરંતુ મોટા સાધુના હૃદયમાં એ નાના જ્ઞાની સાધુ પ્રત્યે નમ્રતા તે હોવી જ જોઈએ.
આચાર્ય સંઘને નાયક હોય છે અને બધા જ સાધુઓ તેને વંદન કરતા હોય છે. આવા મોટા સાધુ પણ વાચના લેતી વખતે વાચના આપનાર નાના સાધુને વંદના કરીને જ્ઞાનની આરાધના કરે છે. આવી આરાધનાથી જ વાચના ફળીભૂત થાય છે; નહિ તે એ વાચના સાર્થક કે તેજસ્વી બનતી નથી.
વિદ્યા શેભે વિનયથી આ અંગે જન ઈતિહાસમાં એક જવલંત દષ્ટાંત મળે છે. રાજગૃહી નગરીમાં મગધસમ્રાટ શ્રેણિક રાજાની મનરમ વાટિકા હતી. એમાં બધી ઋતુઓનાં ફળ આવતાં હતાં. આ નગરીમાં રહેતી એક ચાંડાલ સ્ત્રીને કેરી ખાવાને દેહદ થયે. એ ઋતુમાં કયાંય કેરી નહોતી તે લાવવી કઈ રીતે? ચાંડાલ વિચારમાં પડ્યો. છેવટે એણે એક યુક્તિ વિચારી કે સમ્રાટ શ્રેણિકની વાટિકામાં તે આ સમયે પણ વૃક્ષ પર કેરીઓ ખૂલતી હશે. ત્યાંથી કેરી તેડીને લઈ આવું તે વિચાર કર્યો.
ચાંડાલની પત્ની જ વધુ ને વધુ દૂબળી થતી જતી હતી. ચાંડાલે એની પત્નીને આશ્વાસન આપ્યું અને એ મગધસમ્રાટ શ્રેણિક રાજાની વાટિકા પાસે ગયો. એણે જોયું તે વાટિકાની ચારે બાજુ ઊંચી દીવાલ હતી અને ચાંપતો ચોકી પહેરે હતે. ચાંડાલને
-177—ઓ.-૧૨
સ્વાધ્યાયનું પ્રથમ સોપાન