________________
કે ગુરુ પાસેથી વાચના લેવાને બદલે જાતે જ શાસ્ત્રાભ્યાસ કરશે તે એને ગુરુ અથવા સાધુ પ્રત્યે વિનય-આદર દાખવવાની ઓછી તક મળશે. શાસ્ત્રમાં અમુક બાબત પરંપરાથી ચાલતી આવતી હોય છે, વળી અમુક સંપ્રદાયની અમુક ધારણું હોય છે. આ બધાની જાણ સ્વયં શાસ્ત્રાભ્યાસ કરનારને કઈ રીતે થશે ? ગુરુ, સાધુ વગેરે તે. શાસ્ત્ર કે ગ્રંથાદિની વાચના આપતી વખતે જ એનાં ગૂઢ રહસ્યનું ઉદ્દઘાટન કરનારી કૂંચી આપી દે છે. તે
- જ્ઞાનને વંદન હાથીદાંત જ્યાં સુધી ગંડસ્થળમાં હોય છે ત્યાં સુધી ઘણું મજબૂત અને શક્તિશાળી હોય છે. હાથીના ગંડસ્થળમાંથી બહાર કાયા બાદ એ દાંતમાં એટલી શક્તિ કે એટલી મજબૂતાઈ હતી. નથી. આવી જ રીતે શાસ્ત્ર, ધર્મગ્રંથ આદિ ગુરુમુખમાં હોય અને ગુરુ પાસેથી સાંભળવામાં આવે ત્યારે તેની પાછળ જીવંત ભાવના, તેજસ્વી ચારિત્ર્યબળ અને પ્રત્યક્ષ જ્ઞાનાચારની શક્તિ હોય છે. આ શાસ્ત્ર ગુરુવાણીથી અલગ થઈને જ્યારે લિપિબદ્ધ થાય છે ત્યારે એની પાછળ પ્રભાવક ચારિત્ર્યબળ, પ્રત્યક્ષ જ્ઞાનાચાર કે જીવંત ભાવના હોતી નથી. આ બધાં કારણોને લીધે જ ગુરુ પાસેથી શાસ્ત્રાદિની વાચના લેવા પર ભાર મુકાય છે.
ગુર અથવા તદ્વિદ્ સાધુ પાસેથી વાચના લેવા માટે પણ શાસ્ત્રમાં વિધિ બતાવી છે. વાચના લેનાર ગુરુ આદિને માટે આસન બિછાવશે. નિષદ્યા(પભારી) બિછાવીને, બંને હાથ જોડીને સુખાસનથી ગુરુ આદિનાં ચરણોની પાસે બેસીને એકાગ્ર ચિત્તે વાચના સાંભળશે. વિનયપૂર્વક વંદન કર્યા વિના વાચના લેવી તે એક પ્રકારે જ્ઞાનની આશાતના છે. - સવાલ એ ઊભે થશે કે વાચના આપનાર સાધુને દીક્ષા પર્યાય.
ઓછા વર્ષને હોય અને વાચના લેનાર સાધુનું દીક્ષા જીવન તેનાથી દીધું હોય તે શું? મોટા સાધુ નાના સાધુને વંદન કરશે ખરા ? જેનશાસનની આજ વિશેષતા છે. આમ તે મોટા સાધુને નાના સાધુજ
176 ઓજસ દીઠાં આત્મબળનાં