________________
ચાંડાલ ઝડપથી પિતાની દાઢી ફળવા લાગે, તપાસ કરવા લાગે કે દાઢીમાં ક્યાંય તણખલું તે ભરાયું નથી ને? ચાંડાલ દાઢીમાં હાથ ફેરવતું હતું કે તરત જ અભયકુમારે એને પકડી લીધે અને પૂછ્યું,
“શું રાજવાટિકામાંથી તે કેરીની ચોરી કરી હતી?”
ચાંડાલ બોલ્યા, “જ્યારે ખુદ દેવી કહેતી હોય ત્યારે એ સાચું જ હોય ને ?”
અભયકુમારે પૂછ્યું, “કેરીની ચોરી તે શા માટે કરી?”
ચાંડાલ બે, “મારી પત્નીને કેરી ખાવાને દોહદ થયો હતે. જે હું એને દોહદ પૂરે ન કરું તે એ રોજ વધુ ને વધુ દુર્બળ થઈને મૃત્યુ પામે તેમ હતી. મારો આખે સંસાર અસાર બની જાય, વંશવેલે ય નાબૂદ થઈ જાય.”
અભયકુમારે પૂછ્યું, “તારી એ વાત તે સમજાઈ કે પત્નીનું દોહદ પૂરું કરવા માટે તે કેરીની ચેરી કરી, પણ એ સમજાતું નથી કે આટલા બધા ચેકીદારે હોવા છતાં તું બગીચામાંથી કઈ રીતે ફળ ચોરી લાવ્યો?”
ચાંડાલે કહ્યું, “મંત્રીશ્વર મને અવસ્થાપિની અને અવકામિની નામની બે વિદ્યા આવડે છે. પહેલી વિદ્યાથી ચેકીદારને બેહોશ કરી દીધા અને બીજી વિદ્યાથી આંબાની ડાળને નીચે નમાવી દીધી.”
મહામંત્રીએ ચાંડાલને રાજાની સમક્ષ હાજર કર્યો. રાજાએ એના ગુના અંગે પૂછપરછ કરીને મૃત્યુદંડ જાહેર કર્યો.
મંત્રી અભયકુમારે વિચાર્યું કે આ બિચારો ચાંડાલ નકામો માર્યો જશે. એને બચાવવાને કોઈ ઉપાય કરવો જોઈએ. આથી અભયકુમારે મહારાજ શ્રેણિકને કહ્યું, “મહારાજ ! આ ચાંડાલને મૃત્યુદંડ તે આપ જ છે, પરંતુ એની પાસે જે બે વિદ્યાઓ છે તે આપે શીખી લેવી જોઈએ. આમ નહીં થાય તે એની સાથે આ બે વિદ્યાઓ પણ નષ્ટ થઈ જશે.”
સ્વાધ્યાયનું પ્રથમ પાન