________________
રીતે ધ્યાન (ચિંતન-મનન) કરવામાં આવે તે જ સમ્યફ તપ થાય છે. શાસ્ત્રના પ્રતિપાદક ભગવાન મહાવીરે આવી રીતે સમ્યક્ પ્રકારે અધ્યયન કરવામાં આવેલા, સમ્યક્ પ્રકારે ધ્યાન (ચિંતન-મનન) કરવામાં આવેલા અને સમ્યક્ પ્રકારે તપમાં પરિણત થયેલા પદાર્થને ધર્મ કહ્યો છે.”
સાચે જ સમ્યક્ પ્રકારે ઊંડાણથી કરેલું અધ્યયન જ તપ બને છે. એ જ કર્મોની નિર્જરાનું કારણ બને છે અને અંતમાં એક્ષપ્રાપ્તિ કરાવે છે.
સ્વાધ્યાય માત્ર જ્ઞાનમંદિરમાં પ્રવેશ અપાવી થેલી જ નથી. એના દ્વારા તે પ્રાપ્ત જ્ઞાનની સુરક્ષા થાય છે, એટલું જ નહીં પણ એણે મેળવેલા જ્ઞાનમાં વૃદ્ધિ પણ કરે છે. આ રીતે સ્વાધ્યાયના ત્રણ લાભ છે. એક છે જ્ઞાનપ્રાપ્તિ, બીજે છે પ્રાપ્ત જ્ઞાનની સુરક્ષા અને ત્રીજે લાભ છે પ્રાપ્ત-જ્ઞાનમાં વૃદ્ધિ.
દિવસને અર્ધો સમય સ્વાધ્યાય સ્વાધ્યાયથી આ ત્રણ બાબતે ત્યારે જ ઉપલબ્ધ થઈ શકે કે જ્યારે સતત અને નિયમિત સ્વાધ્યાય કરવામાં આવતું હોય. કઈ એક દિવસ સ્વાધ્યાય કરે પછી દસ દિવસ સુધી એ શાસ્ત્ર કે ગ્રંથનું એક પાનું પણ ન વાંચે તે બનશે એવું કે એણે જે કાંઈ જ્ઞાન મેળવ્યું હશે તે વિસ્મૃત થઈ જશે. સતત અને નિયમિત સ્વાધ્યાયનું અધ્યાત્મ યોગી ભગવાન મહાવીરે ખૂબ મહત્ત્વ દર્શાવ્યું છે. એમણે કહ્યું છે કે ઉચ્ચ સાધકે પિતાની દિનચર્યાને અડધે ભાગ સ્વાધ્યાયમાં વિતાવ જોઈએ.
"पढम-पोरिसीए सज्झाय बीय झाण झियायह ।
तइयाए । भिक्खयरियौं पुणो चउत्थी वि सज्झाय।” “ઉચ્ચ સાધક પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરશે, બીજા પ્રહરમાં ધ્યાન કરશે, ત્રીજા પ્રહરમાં ભિક્ષાચરી કરશે અને વળી ચોથા પ્રહરમાં સ્વાધ્યાય કરશે.”
159_
સાધનાનું નંદનવન : સ્વાધ્યાય