________________
સાધકની દિનચર્યાનું આ વિધાન કાળના પ્રભાવને કારણે એના મૂળ રૂપમાં સાધકોમાં પ્રચલિત નથી. આમ છતાં સ્વાધ્યાયનું સાતત્ય અને નિયમિતતા જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનસુરક્ષા માટે અત્યંત જરૂરી. મનાય છે. શાસ્ત્રો અને ધર્મગ્રંથનું જ્ઞાન વિશાળ અને અપરિમેય હોય છે. આ માટે સ્વાધ્યાય કરવામાં આવે નહીં તે એ જ્ઞાન શા કે ગ્રંથમાં જ કેદ થઈને રહે છે. એને અભ્યાસ કરનારના હૃદયમાં એને પ્રવેશ થતો નથી. આથી બૃહદ્ ભાષ્યકાર કહે છે–
"निउणो खलु सुत्तत्थो, ण हु सक्को अपडिबोधितो गाउ ॥' __ "सत्स्वपि फलेषु यद्वन्न ददाति फलान्यकम्पितो वृक्षः ।
तद्वत् सूत्रमपि बुधैरकम्पित नार्थवद् भवति ॥" “સૂત્ર અને એમાંથી પ્રગટ થતા અર્થ ગમે તેટલો ગહન હોય, પરંતુ જ્યાં સુધી એના (સ્વાધ્યાય) દ્વારા એને જાગૃત કરવામાં આવશે નહીં ત્યાં સુધી એમાં પ્રતિપાદિત વિષયનું જ્ઞાન નહીં કરાવી શકે. કઈ વૃક્ષ પર અગણિત ફળ હોય, પરંતુ એને થોડું હચમચાવીએ. તો જ એ ફળ આપે છે. એવી જ રીતે શાસ્ત્રો પણ સતત સ્વાધ્યાય દ્વારા હલાવવા-ચલાવવાથી જ જ્ઞાન ફળદાયક બને છે.”
પાનદાનીમાં રાખેલાં પાનને ફેરવવામાં ન આવે તે એની કઈ સ્થિતિ થાય? એ સડી જાય અને ફેકી દેવાં પડે. ઘડાને તબેલામાં એક જ જગાએ બાંધીને રાખવામાં આવે તે શું થાય? ઘોડાની ચપળતા અને ઝડપ નાશ પામે. વિદ્યા અને જ્ઞાનની આવી જ દશા, આજે છે. આથી જ સ્વાધ્યાય દ્વારા જે ગ્રંથનું સતન અનુશીલન કરવામાં આવે નહીં તે પ્રાપ્ત જ્ઞાન પણ વિસ્મૃત થઈ જશે. એની વિશેષ વૃદ્ધિ થવાની તે વાત જ ક્યાં? આમ સ્વાધ્યાયથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે અને વારંવાર નિયમિત સ્વાધ્યાય કરવાથી જ્ઞાનવૃદ્ધિ થાય છે અને પ્રાપ્ત જ્ઞાનની વિસ્મૃતિ થતી નથી. આથી તે ઉપનિષદના ઋષિઓ ગુરુકુળમાં અભ્યાસ કરીને વિદાય લેતા સ્નાતકોને કહેતા હતા– “સ્વાધ્યાયાના પ્રમઃ” (હે વિદ્યાથી ! તું સ્વાધ્યાયમાં કયારેય પ્રમાદ, કરીશ નહીં)
160 ઓજસ દીઠાં આત્મબળનાં