________________
-તેલના કુંડમાં ડૂબકી લગાવીએ તેથી કંઈ શરીર સૌષ્ઠવયુક્ત બની જાય નહીં. તેલ શરીર પર બરાબર ઘસીને ચોપડવામાં આવે અને તે શરીરમાં ઊતરે ત્યારે જ એનાથી સૌષ્ઠવ સાંપડે.
પિતાની આસપાસ માત્ર શાસ્ત્રો કે પુસ્તકની ભીડ ઊભી કરવાથી કશું નહીં થાય. અનેક છે કે કેટલાંય શાસ્ત્રો વાંચી નાખવાં એને અર્થ સ્વાધ્યાય નથી. પુષ્કળ વાંચન એ અધ્યયનના ઊંડાણને બદલે ઉપરછલ્લા જ્ઞાનને સંકેત કરે છે. ચિંતનમનનપૂર્વક અથવા તે હવિશ્લેષણ દષ્ટિથી થયેલે થે અભ્યાસ પણ અધ્યયનનું ઊંડાણ સૂચવે છે. વધુ પડતું વાંચન પણ ક્યારેક અતિ ભેજન કરનારની જેમ અજીર્ણ રોગને નિમંત્રણ આપે છે. અતિ ભોજન કરનાર ખોરાકને બરાબર ચાવતું નથી. જેથી એના પૌષ્ટિક રસે એને મળતા નથી, પાચનક્રિયા બરાબર થતી નથી. આવી જ રીતે અતિ વાંચન કરવાથી ચિંતન, મનન કે એના પર ગહન વિચાર થતો નથી, આવું જ્ઞાન પચતું નથી. ઊંડાણપૂર્વક કરેલું અધ્યયન એ અધ્યયન કરનારનું પિતાનું બની જાય છે. એમાંથી મળેલા વિચારે, ભાવનાઓ અને વિભાવનાઓ એ આત્મસાત્ કરી શકે છે.
સ્વાધ્યાયને ઉદ્દેશ વાણીની ગાડી પૂરપાટ દોડાવવાને નથી, બલકે ચિંતન કરતાં કરતાં અને જીવનમાં એ ચિંતન ઉતારતાં ઉતારતાં આગળ વધવાનું છે. પ્રતિષ્ઠા મેળવવા અથવા તે નિર્જર કે પુણ્યની પ્રાપ્તિ માટે કઈ ઝડપથી શાસ્ત્ર કે ધર્મગ્રંથ વાંચી લે એવે સ્વાધ્યાયને ઉદ્દેશ નથી. સ્વાધ્યાય-તપ એ અહંકાર પોષક નથી. અહંકારના પિષણથી સ્વાધ્યાયતપ થતું નથી. સ્વાધ્યાયનું સમર્થ સમર્થન કરનારા ભગવાન મહાવીર સ્વામી “સ્થાનાંગસૂત્રમાં કહે છે
"जया सुअहिज्झियं भवइ, तया सुज्झाइयं भवइ, जया सुज्झाइयं भवइ तया सुतवस्सिय भवइ । से सुअहिज्झिए, सुज्झाइए, सुतवस्सिए सुयक्खाएण भगवया નામે goળા”
“સમ્યક્ પ્રકારે અધ્યયન કરવામાં આવે ત્યારે જ સમ્યફ અધીતનું સમ્યક્ પ્રકારથી ધ્યાન (ચિંતન) થઈ શકે છે અને સભ્ય
158 એજિસ દીઠો આત્મબળનાં