________________
સહાધ્યાયીની ઉત્તરવહીમાંથી જેઈને એની નકલ કરવા પ્રયાસ કરશે અથવા તે અધ્યાપકને લાંચરૂશ્વત આપીને જ્ઞાનભવનમાં પ્રવેશ કરવા ઈચ્છશે તે તેને એ સાચો પ્રવેશ ગણાશે નહીં. આમ કરવા જતાં. ચોરી કરનાર પકડાઈ જાય અથવા તે ખૂબ પૈસા ખર્ચવા છતાં
ગ્યતા પ્રાપ્ત ન થાય. વાતને સાર એટલે છે કે સ્વાધ્યાયતપ એ. જ્ઞાનના ભવનમાં પ્રવેશ કરવાનું મુખ્ય દ્વાર છે.
આજની આપણે કેળવણમાં પણ ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ગંભીર અધ્યયનની જરૂર છે. માત્ર ઉપરછલ્લું જ્ઞાન કે પલ્લવગ્રાહી. પાંડિત્ય ચાલે નહીં. અંગ્રેજીમાં અભ્યાસને માટે બે શબ્દ મળે છે. એક લનિગ (Learning) અને બીજે સ્ટડી (Study). સામાન્ય કક્ષાના અભ્યાસને “લનિગ” કહેવામાં આવે છે. જ્યારે ગંભીરતા સાથે ગહન અને વિશ્લેષણભર્યા અભ્યાસને “સ્ટડી” કહેવામાં આવે છે. કેઈ. પણ વિદ્યાશાખાનું ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એને વિશ્લેષણ પૂર્વકનો અભ્યાસ કરવો પડે છે. આ વાત થઈ વ્યવહારિક કેળવણની. આવી જ રીતે આધ્યાત્મિક જ્ઞાન માટે પણ ગંભીરતા અને વિશ્લેષણ માટે એ વિષયનું ગહન અધ્યયન આવશ્યક છે.
| સ્વાધ્યાયના ત્રણ લાભ ગંભીરતા અને વિશ્લેષણની સાથે સમ્યક રૂપે અધ્યયન કરવું તેનું નામ છે સ્વાધ્યાય. “સ્વાધ્યાય’ શબ્દ મુખ્યત્વે ત્રણ અક્ષરને બન્ય છેઃ સુ + અપિ + અય. આમ વ્યાકરણની દૃષ્ટિએ એને અર્થ થશે સમ્યક રીતે અર્થાત્ સુહુ રીતે, ચારે બાજુનું (બધી બાબતને વિશ્લેષણ દષ્ટિએ વિચાર કરીને) જે અધ્યયન કે પઠન થાય તે સ્વાધ્યાય છે.
આ સ્વાધ્યાય એટલે શું? મોટાં મોટાં શાસ્ત્રો વાંચી લેવાં કે જેશભર્યા લાંબાં વ્યાખ્યાને આપવાં કે સાંભળવાં એ સ્વાધ્યાય નથી.. જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવવી એને પણ સ્વાધ્યાય ન કહી શકાય. જ્યાં સુધી વ્યક્તિ આત્મપ્રદેશમાં રમણ કરતી નથી ત્યાં સુધી શાસ્ત્રાભ્યાસ, વ્યાખ્યાનશ્રવણ કે જ્ઞાનની જિજ્ઞાસાથી કશો લાભ થશે નહીં..
- - 17 સાધનાનું નંદનવન : સ્વાધ્યાય