________________
આઠ સાધનાનું નંદનવન સ્વાધ્યાય
કેઈ વિશાળ ભવનમાં પ્રવેશવું હોય તે - તમે ક્યાંથી પ્રવેશશે ? જે એની દીવાલ પરથી ચડીને અંદર જવા પ્રયાસ કરશે તે કાં જમીન પર પછડાશે કાં ઈજા પામશે. એવું પણ બને કે મકાનમાલિક તમને ગેરકાયદે પ્રવેશ કરવા માટે પિલીસના હવાલે કરી દે. કેઈ પણ ભવનમાં પ્રવેશવા માટે એના મુખ્ય દરવાજેથી પ્રવેશવું જોઈએ. જે તમારે જ્ઞાનમંદિરમાં પ્રવેશ કરે હેય તે એનું મુખ્ય દ્વાર છે. એનું મુખ્ય દ્વાર છે સ્વાધ્યાય. આત્યંતર તપને ચોથે પ્રકાર છે સ્વાધ્યાય.
જ્ઞાનભવનમાં પ્રવેશ કરવા માટે સ્વાધ્યાય સિવાય બીજે કઈ માર્ગ નથી. બીજે કઈ માર્ગ અપનાવશો તે કદીયે સફળતા નહીં મળે. સ્વાધ્યાયવિના એટલે કે વ્યવસ્થિત અધ્યયન વગર કે
156 ઓજસ દીઠાં આત્મબળને