________________
મળે નહીં તે પિયરના નેહને યાદ કરીને મૂરવા લાગશે. આથી સસરા પક્ષવાળા નવવધૂને ખૂબ સ્નેહ, સત્કાર અને આદર આપે છે જેથી પિયરના સ્નેહને ભૂલી જઈને નવા પરિવાર સાથે સ્નેહ કરવા લાગે અને એમાં ઓતપ્રેત બની જાય. - સાધુ-સાધ્વી મંડળમાં પણ નવા સાધુ કે સાધ્વીને પણ આવે અનુભવ થાય. આ એક મને વૈજ્ઞાનિક તથ્ય એ છે કે નવદીક્ષિત સાધુ કે સાધ્વીની સાથે જે રક્ષા વ્યવહાર થાય, એને આહાર–પાણી લાવવાનું અને પાત્ર સાફ કરવાનું જ સેંપવામાં આવે તે સાધુજીવન કદાચ એને નિરસ લાગે અને ક્યાંક જે ઉપેક્ષાભાવ જાગે તે એનું મન સાધુતામાંથી ડગી જાય.
મેઘકુમાર મુનિની દીક્ષાની પહેલી રાત્રે આવી જ દશા થઈ હતી. જે ભગવાન મહાવીરે વાત્સલ્યભાવથી એમને સમજાવીને સુસ્થિર કર્યા ન હતા તે તેઓ સંધુદીક્ષા છોડીને ચાલ્યા જવાના હતા. આથી નવદીક્ષિત સાધુ કે સાધ્વીને બધાં જ સાધુ-સાધ્વીઓનું વાત્સલ્ય મળવું જોઈએ. એમને પ્રેમથી સંયમની વાત શિખવાડવી જોઈએ અને સાધુના આવશ્યક કાર્યોમાં સહયોગ આપ જોઈએ. આ જ શૈક્ષ્ય-વૈયાવૃત્યનું રૂપ છે. શૈક્ષ્ય શબ્દમાં બાલ સાધુ કે સાધ્વીને પણ સમાવેશ થાય છે.
આઠ વર્ષની વયથી યુવાનીમાં પ્રવેશે ત્યાં સુધીનાં સાધુ કે સાધ્વી બાલ સાધુ-સાધ્વી કહેવાય. એમને ક્ષુલ્લક સાધુ કે ક્ષુલ્લક સાધ્વી પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જેને દાઢી-મૂછના વાળ ઊગ્યા નથી તેને બાળસાધુ કહેવામાં આવે છે. આવા સાધુની ઉંમર પરિપકવ નહિ હોવાને કારણે એમની બુદ્ધિ પણ પરિપકવ હેતી નથી. આથી બાળસુલભ ચંચળતાને કારણે કયારેક સંયમમર્યાદાને તે કયારેક સાધુ-જીવનની મૌલિક મર્યાદાને ભંગ કરી બેસે નહિ તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. એમાં પણ વિશેષ કરીને આવાં બાલ સાધુ-સાધ્વીને પોતાનાથી મોટી ઉંમરનાં, વૃદ્ધ કે સ્થવિસ
. . 150 ઓજસ દીઠાં આત્મબળનાં
થી સમાજ સાધુ-સાવાના હતા