________________
સાધુ-સાધ્વીઓ તેમજ શ્રાવક-શ્રાવિકાઓ પાસેથી વાત્સલ્ય મળવું જોઈએ, જેનાથી તેઓ સંયમપાલનમાં પ્રેત્સાહન પામે અને પિતાનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યને વિકાસ કરી શકે. આવાં બાલ સાધુસાધ્વીઓની સંયમવૃદ્ધિને ગ્ય આહાર-પાણી તથા અન્ય આવશ્યક વસ્તુઓ લાવીને આપવી તે શયના રૂપમાં બાલવૈયાવૃત્ય કહેવાય છે. કુલવિયાવૃત્ય અને ગણ-વૈયાવૃત્ય:
એક જ દીક્ષાચાર્યને શિષ્ય-પરિવાર કુળ કહેવાય છે. જુદા જુદા આચાર્યોના શિષ્ય જે પરસ્પર સહાધ્યાયી હોય અને સમાન વાચના લેતા હોય તે તેમનો સમુદાય ગણ કહેવાય છે અથવા તે કુળને સમૂહ પણ ગણ અથવા ગચ્છ કહેવાય છે. વિશાળ સંઘમાં અનુશાસન, વ્યવસ્થા અને ધર્માચરણની દઢતા જાળવી રાખવાની દૃષ્ટિએ ગણો અને કુળના રૂપમાં એમને વહેંચવામાં આવ્યાં હતાં, પરંતુ સમય જતાં આ જ કુળ અને ગણ પરસ્પર દ્વેષ, કલેશ, સંઘર્ષ અને ધૃણ ફેલાવનારાં બની ગયાં. હકીકતમાં તે મનુષ્યને અહમ જ્યાં પિતાની છાપ ન હોય અને બીજાની છાપ લાગી હોય તે વસ્તુને પરાઈ ગણીને એને ધૃણા, સ્વાર્થ, દ્વેષબુદ્ધિ કે દેષદૃષ્ટિથી જેવા લાગે છે. આને પરિણામે જ આજે વિશાળ જૈન સંઘના વેતાંબર, દિગમ્બર, મૂતિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી જેવા કેટલાય ટુકડા થઈ ગયા છે. એમનામાં પરસ્પર દ્વેષ, વેર અને વિરોધ જોવા મળે છે. આવી પરિસ્થિતિ વૈયાવૃત્યને બદલે હવૃદ્ધિનું કારણ બની જાય છે.
મૂળ વાત કરીએ તે કુળે અને ગુણોનું વૈયાવૃત્ય એ કુળવૈયાવૃત્ય અને ગણ–વૈયાવૃત્ય છે. અમારે ગણ મૂળમાં કૌટિક કહેવાતે હતું, પરંતુ એ પછી એની અનેક શાખાઓ થઈ. એમાંથી એક ગચ્છ આજે તપાગચ્છના નામથી પ્રચલિત છે.
આ ગણનું નામ કૌટિકગણ કેમ પડયું એની પાછળ એક ઇતિહાસ છે. એમ કહેવાય છે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી એમના નવમા પટ્ટધર શ્રી સુસ્થિતસૂરિ તથા શ્રી સુપ્રતિબંધસૂરિએ કાકંદીનગરમાં સૂરિમંત્રને એક કરોડ જપ કર્યો હતે. આને પરિણામે
151 ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય