________________
આ છે વૈયાવૃત્યનું આદર્શ દષ્ટાંત. નંદીષેણ મુનિએ કઈ પદ, પ્રતિષ્ઠા, સન્માન કે યશ-કીતિ પામવા માટે કંઈ વૈયાવૃત્યની પ્રતિજ્ઞા લીધી નહોતી. આવી રીતે અાન ભાવથી ચહેરા પર સહેજે અણુગમો લાવ્યા વિના વૈયાવૃત્ય કરવામાં આવે તે જ તે સાચું તપ ગણાય.
આવા વૈયાવૃત્ય તપની સાથે અહંકાર સહેજે જાગ જોઈએ નહીં. જો અહંકાર થયે તો પછી એ વૈયાવૃત્ય કર્મનિર્જરાનું કારણ બનશે નહીં. આવી જ રીતે અવિવેકપૂર્વક પ્રતિજ્ઞા કરવી તે પણ વૈયાવૃત્ય તપની સાથે અધર્મના ભાવને નિમંત્રણ આપવા બરાબર છે.
અનુચિત અશુભ ભાવના આ અંગેનું એક દષ્ટાંત જોઈએ. કેઈ સાધુ-સમુદાયના એક સાધુએ એવી પ્રતિજ્ઞા કરી કે, “કેઈ પણ સાધુ બીમાર પડશે તે હું જ એમની સેવાસુશ્રષા(વૈયાવૃત્ય) કરીશ. બીજા કેઈ સાધુએ વૈયાવૃત્ય કરવાની નથી. બીમારની સેવાની સઘળી જવાબદારી મારા પર.”
આવી રીતે એણે વૈયાવૃત્ય કરવાને ઈજા લઈ લીધે અને તેથી બાકીના બધા સાધુએ એ બાબતમાં નિશ્ચિત બની ગયા.
મોટો સાધુ સમુદાય હેાય ત્યારે કઈને કઈ સાધુ બીમાર પડે, પરંતુ નસીબજોગે એક ચાતુર્માસમાં કોઈ પણ સાધુ બીમાર પડ્યા નહીં. ચાતુર્માસ પૂરો થયો. પેલા સાધુ પોતાના ગુરુ પાસે જઈને બેલ્યા, - “હે ગુરુદેવ! હું કેટલો બધો ભાગ્યહીન કે આ ચાતુર્માસમાં કોઈ પણ સાધુ બીમાર પડ્યા નહીં. મારી તે એવી પ્રતિજ્ઞા હતી કે કઈ પણ સાધુ બીમાર પડશે તે હું જ એમની સેવા-સુશ્રષા કરીશ.”
ગુરુદેવે કહ્યું, “હે શિષ્ય! આ તારાં શુભ કર્મોને ઉદય સમજ કે જેથી કઈ બીમાર પડ્યા નહીં. પરંતુ તારા મનમાં કેઈ સાધુ બીમાર પડ્યા નહીં તેનું જે દુઃખ છે તે બરાબર નથી. તારે આવી દુર્ભાવના સેવવી જોઈએ નહીં. ડોકટર કે વૈદ્ય પણ આવી અશુભ ભાવના કરે તે અનુચિત છે આમ છતાં વૈદ્ય–ડોકટરની આજીવિકા આ
ઓ.-૧૦
ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય