________________
વ્યવસાય પર ચાલતી હોવાથી કવચિત્ તેઓ આવી ભાવના કરે તેમ બને. દયાળુ વૈદ્યડોકટર આવે ક્યારેય વિચાર કરતા નથી.”
ગુરુનાં વચન સાંભળીને પેલા સરળ આત્મા સાધુએ “મિચ્છા મિ દુક્કડમ' કહ્યું અને ભવિષ્યમાં આવી દુર્ભાવના નહિ સેવવાની પ્રતિજ્ઞા કરી.
રોગી અને ગ્લાન સાધુઓને જોઈને ગૃહસ્થ પણ ભક્તિભાવથી એમની વૈયાવૃત્ય કરે તે તેમને મહાન સુફળ પ્રાપ્ત થાય છે. ભગવાન કષભદેવના પૂર્વભવની એક કથા જોઈએ.
સમ્યકત્વ-પ્રાપ્તિ પછી અગિયારમા ભાવમાં ભગવાન વિષભદેવ વજનાભ ચક્રવર્તીના રૂપે જન્મ્યા. એમના પિતા રાજા વજસેન રાજપાટ છોડીને મુનિ બન્યા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તીર્થકર થયા હતા. આ વજન રાજાને બાહ, સુબાહુ, પીઠ, મહાપીઠ અને વજનાભ એમ પાંચ પુત્રો હતા. એમના સારથિનું નામ સુયશા હતું. આ છયે જણા ગાઢ મિત્રો હતા. તેરમા ભાવમાં વજનાભને જીવ વૈદ્ય બન્યું અને બાકીના ચાર એમના મિત્ર બન્યા.
એક દિવસ આ ચારેય મિત્રો ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક સાધુને ગોચરી લેવા જતા જોયા. સાધુના શરીરમાં કઈ પ્રબળ રેગ હતે. રેગને કારણે તેઓ લથડિયાં ખાતા ચાલતા હતા. ચારેય મિત્રોએ આ રોગગ્રસ્ત સાધુની ચિકિત્સા કરાવવાનો નિશ્ચય કર્યો અને તેઓ વૈદ્યની પાસે ગયા.
એમણે વૈદ્યને કહ્યું, “હમણાં જ અહીંથી એક સાધુ પસાર થયા. તેઓ કેટલા બધા બીમાર છે અને છતાં તમે એને કશો ઈલાજ કર્યો નહિ?
વૈધે કહ્યું, “એ સાધુને જોતાં જ એમના રોગનું નિદાન તે મેં કરી લીધું હતું, પરંતુ એ રેગના ઉપચાર માટેના ઔષધ રત્નકંબલ અને બાવનાચંદન મારી પાસે નથી. આ બે વિના એમને ઉપચાર શક્ય પણ નથી જે તમે લેકે તે લાવી આપે તે હું એ સાધુપુરુષને ઈલાજ કરીને જરૂર તદ્દન સ્વસ્થ કરી દઈશ.”
ઓજસ દીઠાં આત્મબળનાં