________________
કેટલા મધુર હતા નંદીષેણ મુનિના આ શબ્દો ! વાણીમાં જાણે, અમૃત ઝરતું ન હોય ! એમણે આનંદભેર એ બીમાર સાધુને ખભા પર ઉપાડી લીધા અને ચાલવા લાગ્યા. નંદીષેણ મુનિના પગ ખાડાટેકરાવાળી જમીન પર પડતા ત્યારે છેડે ધક્કો લાગતું. તરત જ બનાવટી સાધુ કોપાયમાન થઈને એમને કડવાં વચને કહેતા. એ સાધુ કહેતે, “અરે દુષ્ટ, મને શા માટે દુઃખ આપે છે? હું તે શાંતિથી જંગલમાં બેઠે હતે. તું મને ઉપાડીને લાવ્યો અને હવે વારંવાર ધક્કા લગાવે છે. બસ, હવે રહેવા દે, જોઈ લીધી તારી સેવા.” આમ વારંવાર કહીને એ નંદીષેણ મુનિ પર અપશબ્દો વરસાવતું હતું, તેમ છતાં. નંદીષેણ મુનિ નમ્ર અને શાંત ભાવથી માત્ર “ક્ષમા કરે, મુનિવર એમ કહીને આગળ ચાલતા હતા.
થોડે દૂર ગયા પછી પેલે બનાવટી સાધુ ઘડપણ અને બીમારીનું બહાનું બતાવીને નંદીની પીઠ પર જ કુદરતી હાજત કરવા લાગ્યું. આમ છતાં નંદીષેણ મુનિના ચહેરા પર સહેજે ક્રોધ કે ધૃણાને ભાવ આવ્યા નહીં. આને બદલે તેઓ મને મન કરુણાથી આદ્ર થઈને માત્ર એટલી જ ભાવના સેવતા હતા, “બિચારા આ સાધુને કેટલું બધું કષ્ટ થતું હશે! એમની પીડા અને રેગ શીઘ્ર શાંત થઈ જાય તે. ઘણું સારું.”
આવી રીતે વૈયાવૃત્ય-પરાયણ મુનિનું એક રૂંવાડું પણ એમની વૈયાવત્યની પ્રતિજ્ઞાથી વિચલિત થયું નહિ. આ જોઈને બનાવટી સાધુએ વિચાર્યું,
ઓહ! આ મુનિ પિતાની પ્રતિજ્ઞા પર કેટલા બધા દઢ છે! એમને ચલિત કરવા સંભવ નથી.”
બનાવટી સાધુએ દેવના મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈને નંદીષેણ મુનિ પાસે ક્ષમા માગી. એણે વિનમ્રતાથી કહ્યું, “ધન્ય છે આપને અને આપની વૈયાવૃત્ય તત્પરતાને ! ઈન્દ્ર જેવી આપની પ્રશંસા કરી હતી ખરેખર તેવા જ આપ છે. ધન્ય છે આપનાં માતાપિતાને. અને આપના દીક્ષાદાતા ગુરુને !”
144 ઓજસ દીઠાં આત્મબળનાં