________________
કહે છે કે, “આ બુદ્દો મરી જાય તે મારા જીવતાં એમનું કારજ તે કરી લઉ, મહે તે મીઠું થશે.”
આ રીતે સંસારમાં વૃદ્ધોની ઘણી દુર્દશા થતી હોય છે. તેઓ બિચારા મહેણું–ટોણ સાંભળવા છતાં મન વાળીને બેસી રહે છે. જેમની પાસે થોડી-ઘણું પૂજી હોય તેમની તે સેવા થાય છે, પરંતુ, નિર્ધને વૃદ્ધ કે વૃદ્ધાની સેવા થવી મુશ્કેલ હોય છે.
આમ છતાં એટલું જરૂર યાદ રાખે કે એક દિવસ આ ઘડપણ સહુને આવવાનું છે. જે વ્યક્તિ પોતાના ઘરનાં વૃદ્ધજનેની સેવા કરવાથી દૂર ભાગે છે તેની પિતાની વૃદ્ધાવસ્થામાં લગભગ એવી જ દશા થાય છે. કયારેક તે ભયંકર કર્મબંધનને કારણે ઘડપણમાં ઘણું આપત્તિ વેઠવી પડે છે. જે બુઢાપામાં એ કર્મ ભેગવ્યાં નહિ તે પછીના જન્મમાં એ બુરાં કાર્યોનાં ફળની પાઈએ પાઈ ચૂકવવી પડે છે. આથી વૃદ્ધ સાધુ હોય કે વૃદ્ધ સાધ્વી હોય અથવા તે વૃદ્ધ, ગૃહસ્થ હોય, પણ તેમની જરૂર સેવા કરે. યથાશક્તિ સેવા કરીને. એમના આશીર્વાદ અને અનુભવ પ્રાપ્ત કરે. તપસ્વી વૈયાવૃત્ય:
મહાન અને ઉગ્ર તપ કરનાર તપસ્વી કહેવાય છે. કેટલાક આચાર્ય તપસ્વીના બે ભેદ દર્શાવે છે: તપસ્વી અને ક્ષેપક. એમના મત પ્રમાણે નાની નાની તપસ્યા કરનાર એટલે કે એક ઉપવાસથી સોળ. ઉપવાસ સુધીની તપસ્યા કરનાર તપસ્વી કહેવાય છે, જ્યારે લાંબી તપશ્ચર્યા કરનાર એટલે કે એક પખવાડિયું, એક મહિને, બે મહિના અને છે મહિના સુધી(વધુમાં વધુ)ના ઉપવાસ કરનારને ક્ષયક કહેવામાં આવે છે.
આ બંને તપસ્વી શબ્દમાં સમાવેશ પામે છે. આવી તપશ્ચર્યા દ્વારા તેઓ પિતાનાં કર્મોને ક્ષય કરે છે, વ્યક્તિગત શુદ્ધિ કરે છે. કયારેક એમની તપશ્ચર્યા સમાજની શુદ્ધિ માટે એટલે કે સમાજમાં પ્રચલિત અનિષ્ટના નિવારણ કે અનિષ્ટકર્તાની શુદ્ધિ માટે પણ હોય. છે. સંઘને પણ એમની દીર્ઘ તપશ્ચર્યાથી તપની સુંદર પ્રેરણા મળે,
141 ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય