________________
છે. આવી રીતે તપસ્વી સાધુ-સાધ્વીઓ(ઉપલક્ષણથી શ્રાવક-શ્રાવિકાના વર્ગના તપસ્વીઓ)ની વૈયાવૃત્ય કરવી તે પરમ નિર્જરાનું કારણ છે. પ્લાન વૈયાવૃત્ય:
ગ્લાન એટલે કે રોગગ્રસ્ત અથવા તે રોગ આદિથી પીડિતની વૈયાવૃત્ય કરવી તે પણ સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓનું પરમ કર્તવ્ય છે. સંઘને કેઈ સાધુ કે સાધ્વી બીમાર હોય અને કોઈ એમની વૈયાવૃત્ય કરે નહિ તે જરૂર એમને દુઃખ થાય. તેઓ મનેમન વિચારે કે, “હું આટલો બધે બીમાર છું છતાં કઈ મારી ખબર પણ લેતું નથી. સાધુ તે દયાળુ કહેવાય, પરંતુ મારી તે કઈ દયા કરતા નથી. આવી રીતે અશુભ પરિણામને કારણે તે આર્તધ્યાનરૌદ્રધ્યાનને વશ થઈને દુર્ગતિ પામે છે અથવા તે સાધુધર્મથી ચલિત પણ થઈ જાય. આથી બીમાર સાધુ-સાધ્વીની અવશ્ય સેવા કરવી જોઈએ. વળી, જરૂર હોય તે આચાર્ય, ઉપાધ્યાય આદિ પદવીધારીઓએ પણ બીમારની સેવામાં જોડાઈ જવું જોઈએ. ગ્લાનની સાથે સાથે અહીં અશક્ત, દુર્બળ કે અપંગ સાધુ-સાધ્વીની વૈયાવૃત્ય પણ સમાવેશ પામે છે. વૈયાવૃત્યકર્તાઓમાં નદીષેણ અત્યંત પ્રસિદ્ધ છે. એકવાર એણે પ્રતિજ્ઞા કરી હતી કે ક્યાંય પણ કઈ બીમાર સાધુ મળી જાય અથવા તે કોઈ સાધુ બીમાર હોવાની ખબર પડે તે એમની સેવા કર્યા વિના આહાર-પાણી નહિ લઉં. આ અત્યંત કઠોર પ્રતિજ્ઞા હતી, પરંતુ દઢ મનવાળા કઠોર પ્રતિજ્ઞાને પણ સરળ બનાવી દે છે. - જે પ્રતિજ્ઞા લે છે એની કસોટી પણ થાય છે. એકવાર દેવકમાં શકેન્દ્ર પિતાની દેવસભામાં નંદીષેણ મુનિની ખૂબ પ્રશંસા કરી. એ સાંભળીને આખીયે દેવસભા પ્રસન્ન થઈ પરંતુ એક દેવતાએ કહ્યું, - “મહારાજ, તમે એ સાધુની વૈયાવૃત્યની પ્રશંસા કરે છે, પરંતુ હું એને એની પ્રતિજ્ઞામાંથી ચલિત કરી શકું તેમ છું.” આ ઇન્ડે કહ્યું, “ભલે, એક વાર કસોટી કરી જુઓ.”
- 142
ઓજસ દીઠાં આત્મબળનાં