________________
:
},
પ્રજા કેટલી શ્રદ્ધા અને ભક્તિથી જુએ છે! એમના નામનુ સતત રટણ કરે છે. કેટલાંય વિદ્યામંદિર અને સસ્થાએ એમનુ નામ ધરાવે છે. આનું કારણ શું? આનું રહસ્ય એ છે કે એમણે પોતાનુ સમગ્ર જીવન લેાકસેવામાં સમર્પિત કરીને કેટ કોટિ માનવીઓના હૃદયમાં શુદ્ધ ધર્મની જ્યાત જગાવી કલ્યાણના પંથ દર્શાવ્યા હતા. વળી આ સેવા જાતે મહાવ્રતબદ્ધ જીવન વિતાવીને, અનેક કષ્ટ સહન કરીને અને પેાતાની જાતને તપ અને સંયમની સેાટીમાંથી પસાર કરીને કરી હતી. આવી વૈયાવૃત્યની વિરાટ સૌરભને કારણે જ કરડા માનવીએ એમના પ્રત્યે આકર્ષાયા હતા.
શાધૃત કુલપ્રાપ્તિ
તપસ્યાનુ ફળ કવચિત્ માડુ મળે, પરંતુ વૈયાવૃત્ય તપનું મૂળ તા તત્કાળ સાંપડે છે, કારણ કે આવું તપ કરનારના અભિમાન આદિ અવગુણા આપોઆપ નષ્ટ થઈ જાય છે અથવા તે નષ્ટ કરવા પડે છે. નિરભિમાની થયા પછી કરાતા વૈયાવૃત્યથી વ્યક્તિને પોતાને શાંતિ સાંપડે છે અને બીજાના અંતઃકરણના આશીર્વાદ મળે છે, એની પ્રશ'સા અને યશકીર્તિ પણ વધતી રહે છે. આ બધા ઉપરાંત પણ વૈયાવૃત્ય કરનારના કષાયાદિ ઉપશાંત થવાને કારણે એના કર્મોની નિર્જરા શીઘ્ર થઈ જાય છે. ખીજાને માટે પેાતાની જાત ઘસી નાખતી વખતે સ્વયંને પણ હૃદયમાં શાંતિ સાંપડે છે. આથી જ કહેવાયુ છે– વૈયાવચ નિયમોહ, ત્તમમુળે પરંતાળ । સભ્ય નિ ડિવાર્ફ, વૈયાવચ અનિવારે શા पडिभग्गस्स मयस्स व नासइ चरण सुअ अगुणणाए । ન દુ વૈયાવચ’ વિઘ્ન, અનુહોય નાસ જમ્મૂ ॥” “ઉત્તમ ગુણવાનની નિયમિત સેવા (વૈયાનૃત્ય) કરવી જોઈ એ. ીજા ગુણુ કદાચ નષ્ટ પણ થઈ જાય, પરંતુ વૈયાવૃત્યના ગુણ અપ્રતિપાતી હાવાથી કયારેય નષ્ટ થતા નથી. આ ગુણને કારણે પ્રાણીનું કયારેય પતન થતુ નથી. અભિમાનને કારણે ભ્રષ્ટ થયેલી વ્યક્તિનું ચારિત્ર્ય નષ્ટ થાય છે અને પુનરાવૃત્તિ કર્યાં વગર શ્રુતજ્ઞાન નષ્ટ થાય
131
સૌરભ સાચી તૈયાયની
↑