________________
આથી જેમને ધર્મમાર્ગે પ્રયાણ કરવું હોય તેને ઉલ્લાસભેર ધર્મમાર્ગમાં ગતિ કરે. ; ; છે : બસ, આવી ઘોષણા સાંભળીને હજારો ભાઈબહેન સાધુધર્મમાં દીક્ષિત થયાં અને શ્રીકૃષ્ણ એમના પરિવારના ભરણપોષણની સઘળી જવાબદારી નિભાવી. આવા સાધમી (સંઘ) વૈયાવૃત્ય અને ધર્મમાર્ગમાં સહાયક થવાને કારણે શ્રીકૃષ્ણવાસુદેવ ભાવિ તીર્થકર બન્યા. - આ બધાની અપેક્ષાએ સૌથી વિશાળ ક્ષેત્ર તે વિશ્વના પ્રાણુંમાત્રની સેવા-વૈયાવૃત્યનું છે. પંચમહાવ્રતધારી, વિશ્વકુટુંબી, સાધુ-સાધ્વી આને સ્વીકાર કરે છે. વિશ્વવૈયાવૃત્યનું વ્રત લઈને તેઓ પિતાના જીવનને તે મહાવ્રતબદ્ધ અને સાધનામય બનાવે છે, પરંતુ એની સાથેસાથ જગતનાં મનુષ્યોને પણ ધર્મના સંસકાર આપીને વ્રતબદ્ધ બનવાની પ્રેરણા આપે છે અને તેવા બનાવે પણ છે, ધર્મથી વિચલિત થનારાઓને તેઓ ધર્મમાં સ્થિર કરે છે અને ધર્મ રુચિ ધરાવનારાઓને ધર્મમાં પ્રોત્સાહિત કરે છે. પરિણામે એમના દ્વારા કરવામાં આવતી વૈયાવૃત્ય નિઃશંકપણે તપની કોટિમાં સમાવેશ પામે છે.
વ્રતબદ્ધ જનસેવા - રાજગૃહી નગરીમાં એક બાજુ મગધસમ્રાટ શ્રેણિક હતા તે બીજી બાજુ એ મગધની ભૂમિમાં આધ્યાત્મિક જગતના સૂર્ય સમાન પ્રભુ મહાવીર પણ આવ્યા હતા. આજે અઢી હજારથી પણ વધુ વર્ષો વીતી ગયાં હોવા છતાં લેકે ભગવાન મહાવીરનું નામસ્મરણ કરે છે, પ્રતિવર્ષ લાખે માનવીએ એમની જયંતી ઊજવે છે તેમ જ મંદિરમાં એમની પ્રતિમા રાખીને પૂજા કરે છે. બીજી બાજુ સમ્રાટ શ્રેણિકનું ભાગ્યે જ આજે કેઈ નામ લે છે, ત્યાં વળી એમની જયંતીની ઉજવણું કે મંદિરમાં એમની મૂર્તિની પૂજાની તે વાત જ ક્યાં રહી?
. તમે ક્યારેય આના રહસ્યની શોધ કરી છે ખરી? દુનિયા શા માટે ચક્રવતી કે સમ્રાટને ભૂલી જાય છે અને એક નિષ્પરિગ્રહી સંતનું સ્મરણ કરીને એના પ્રત્યે શ્રદ્ધાની પુષ્પાંજલિ ચડાવે છે? માત્ર લંગટધારી મહાત્મા ગાંધીને ભારત જ નહિ પણ વિશ્વની
130 ઓજસ દીઠાં આત્મબળનાં