________________
સેળ બાલાવબોધ
કુશળ બાલાવબેધકાર મેરુસુંદર ઉપાધ્યાયના દસ જેટલા બાલાવબોધિની વિગત “જન ગૂર્જર કવિઓ'માં મળે છે. પરંતુ એ પછી ઉપાધ્યાય મેરુસુંદરે રચેલા બીજા છ બાલાવબોધે જાણમાં આવ્યા છે. આ બાલાવબે વિશે વિગતે માહિતી પ્રાપ્ત થતી નથી. અહીં મેરુસુંદરના એ સેળ બાલાવબે વિશે વિગતે વિચાર કરીએ. ૧. શત્રુંજયમંડન ગષભદેવ સ્તવન બાલાવબોધઃ
- શ્રી વિજયતિલકસૂરિની મૂળ રચના પર મરુસુંદરગણિએ રચેલે આ બાલાવબેધ છે. શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજી આદિ સંગ્રહમાં આની હસ્તપ્રત ( ક્રમાંક-૬૧૮૭) મળે છે. એમાં ૨૩થી ૪૩ પત્રમાં આ બાલાવબોધ આપવામાં આવ્યું છે અને તેની લેખન સંવત સોળમું શતક ગણી શકાય. આ અમુદ્રિત બાલાવબોધની રચના મેરુસુંદર ઉપાધ્યાયે વિ. સં. ૧૫૧૮માં કરેલી છે. મૂળ કૃતિને આદિ અને બાલાવબંધને અંત આ પ્રમાણે છે:
આદિ– પહિલઉ પણુમીય દેવ પરમેસર સેતુજ ધણીયી પયપંકયરયસેવ રગિહિ વિરચિસુ તસુતણીય.
અંત - ગુરુ કહિત મોટઉ ભવસંસાર તેહરૂપ અસુર ૧. જૈન ગુર્જર કવિઓ, ત્રીજો ભાગ, ખંડ-૨, પૃ ૧૫૮૨થી ૧૫૮૫ ૨. શીલે દેશમાલા બાલાવબોધ – પૃ. ૪.