________________
ગુરુ અર્જુનદેવ સંદેશો પહોંચાડ્યો. તે પરથી આગલા પત્રોની તપાસ થઈ. પૃથ્વીચંદ ઝંખવાણો પડો ને અર્જુનને માતાપિતા પાસે આવવા રજા મળી. આવીને ખૂબ આનંદથી બેઉને તેણે પ્રણામ કર્યા. ગુરુને અંતકાળ તે આવ્યો જ હતું. એટલે એમણે અર્જુનને ગાદી આપી. પૃથ્વીચંદે તેનો બનતે વિરોધ કર્યો; પોતે મોટે હેવા છતાં ટાળવા માટે પિતાને કડવાં વેણ પણ સંભળાવ્યાં. ગુરુએ તેને સાંત્વન આપવા કહ્યું તે વૃથા ગયું, ને પૃથ્વીચંદ તે ગાળો દેતે જ રહ્યા. બીબી ભાની બોલી, “ગુરુ અમરદાસનાં વેણ સાચાં પડ્યાં : ગુરુઓના નિર્મળ પ્રવાહમાં વિદન પડવું જ. ” ગાદીનો ઝઘડે એક બાજુ કરી બધા એક વાર તે ગુરુના દેહત્યાગનો સમય નજીક જોઈ તેમની સાથે ગોવિંદવાલ ગયા. થોડાક દિવસ બાદ ગુરુએ દેહ છોડયો. થોડાક કાળ વીત્યા પછી ગુરુપત્ની પણ વિદેહ થયાં. અને અર્જુને ઈ. સ. ૧૫૮૧માં શીખની આગેવાનીનું કામ શરૂ કર્યું.
ભાઈએ સાથેના ઝઘડાથી એનું મંગળાચરણ કરવું પડ્યું. જુના રિવાજ મુજબ અર્જુનના મામાએ (ગુરુ અમરદાસના પુત્રે) પિતાના બનેવી ગુજરી ગયા પછી અર્જુનને તેમના વારસ તરીકે પાઘડી બંધાવી. પૃથ્વીચંદે તરત વાંધો પાડયો કે, હું પાટવી હોવાથી પાઘડીને હક મને છે. નિર્લોભી અને તરત પાઘડી પૃથ્વીચંદને આપી ને પોતે અમૃતસર ઊપડી ગયા. પણ એટલેથી પત્યું નહીં. પૃથ્વીચંદે વિચાર કર્યો કે, મુગલ બાદશાહને વારસાહકની બાબત ફરિયાદ કરવી; અને એની તજવીજમાં એ મુસલમાન સૂબા વગેરે અમલદારોની લાગવગ શોધવામાં પડયો. તરત તે એણે એટલું કર્યું કે અમૃતસરના ચેધરીઓને (ગામના મુલકી અમલદારોને) ફરિયાદ કરી કે, અર્જુન અમારા બાપને બધો વારસો દબાવી બેઠો છે ને એમ એ મોટા ભાઈઓને કશા સાધન વિનાના ળતા કર્યા છે. તે પરથી ચોધરીઓએ આ બાબત ગુરુ અર્જુનને કહી. ગુરુએ આ તકરારને