________________
૧૭
અષ્ટપદી - ૯ સપુરુષના સંગથી કઈક માણસ જ તે પામી શકે. (૨)
(પરમાત્મા) કૃપા કરીને આપણું ઉરમાં તે (નામ-)ની સ્થાપના કરે, તે તેના વડે પશુ, પ્રેતર અને પથ્થર જેવા મૂઢ જન પણ તરી જાય. (૩)
સર્વે રાગનું (એકમાત્ર) ઓષધ (હરિનું નામ જ છે, તે કલ્યાણકારી મંગળ ગુણેના સમૂહરૂપ છે. (૪)
ગમે તેવી યુક્તિઓ કરીએ, કે ગમે તે ધર્મ-પંથને વળગીએ પણ એ ન મળી શકે. નાનક કહે છે કે, જેના નસીબમાં પરમાત્માએ લખ્યું હોય તેને જ તે પ્રાપ્ત થાય. (૫)
૧ – ૬ जिसकै मनि पारब्रहमका निवासु । तिसका नामु सति रामदासु ॥१॥
आतम रामु तिसु नदरी आइआ। दास-दसंतण भाइ तिनि पाइआ ॥२॥ सदा निकटि निकटि हरि जानु । सो दासु दरगह परवानु ॥३॥ अपने दास कउ आपि किरपा करै । तिस दास कउ सभ सोझी परै ॥४॥
૧. નામ જપવાની વાતને કેવળ રટણ રૂપ નથી દર્શાવતા; પરંતુ પરમાત્મા ઉપર ભાવપ્રેમ રાખી પરમાત્માને સ્મર્યા કરવા એને જ નામજપ કહે છે.-સંપા
૨. અવગતિ પામેલા જીવ.
૩. મૂળઃ ગુના નામ પરમાત્માના ગુણની સ્તુતિ કરવી, એ કલ્યાણકારી અને મંગળરૂપ છે, એવો અર્થ પણ થાય.—સંપs