________________
અષ્ટપદી - ૭
૧૨૭
શબ્દાથ [ સરપુર = અવશ્ય; ખચિત. નિસરે =નિસ્તાર-ઉદ્ધાર થાય. સંગો = પૂર્વજન્મના – પૂર્વ કર્મના સંજોગ.]
૭ – ૭ સપુરુષના સંગમાં હરિનું નામ સાંભળે, અને હરિના ગુણ ગાઓ! (1)
(કારણ કે) સપુરુષના સંગમાં (હરિ) મનમાંથી વીસરાય નહિ; અને અચૂક ઉદ્ધાર થઈ જાય. (૨)
સપુરુષના સંગમાં પ્રભુ મીઠા લાગે છે અને ઘટ ઘટમાં તેમનું દર્શન થાય છે. (૩)
સપુરુષના સંગમાં (જીવ) આજ્ઞાકારી થાય છે. – સપુરુષના સંગમાં જ આપણી સદ્ગતિ થાય. (૪)
સપુરુષના સંગમાં સૌ રેગ મટી જાય; નાનક કહે છે કે, (પૂર્વ જન્મનાં કર્મ) સંજોગ હોય, તે પુરુષને ભેટે થાય. (૫)
*
૭ – ૮
साधकी महिमा वेद न जानहि । जेता सुनहि तेता बखिआनहि ॥१॥ साधकी उपमा तिहु गुणते दूरि । साधकी उपमा रही भरपूरि ॥२॥ साधकी सोभाका नाही अन्त । साधकी सोभा सदा बेअन्त ॥३॥
૧. જીવ પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તે છે – શ્રમ અનુસાર ચાલે છે, એવો અર્થ છે.