________________
૪૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરુપ ધર્મજ જેનું કર્મ છે, ધર્મજ જેનું ચલન છે, ધર્મજ જેનું બેસવું છે, ધર્મજ જેનું ઊઠવું છે, ધર્મજ જેનું ઊભું રહેવું છે, ધર્મજ જેનું શયન છે, ધર્મજ જેની જાગૃતિ છે, ધર્મજ જેને આહાર છે, ધર્મ જ જેને વિહાર છે, ધર્મજ જેનો નિહાર (!) છે, ધર્મજ જેને વિકલ્પ છે, ધર્મજ જેને સંક૯૫ છે, ધર્મજ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્ય દેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઈચ્છતા? ઈચ્છીએ છીએ, તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દષ્ટિ નથી દેતા.
શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વતે છે એવા જીનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એ જે કાળ તે આ દુષમ કળિયુગ નામને કાળ છે. તેને વિષે વિહ્વળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજાં જે કારણે તેને વિષે જેને વિશ્વાસ વર્તતે નથી, એ જે કોઈ હોય તે તે આ કાળને વિષે બીજે શ્રી રામ છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણેના કેઈ અશે સંપન્ન પણ અલ્પજી દષ્ટિગોચર થતા નથી.
જેની મોક્ષ સિવાય કેઈપણ વસ્તુની ઈચ્છા કે પૃહા નહેતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ? તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાને હતે? હે કૃપાળુ! તારા અભેદ સ્વરૂપમાંજ મારે નિવાસ છે ત્યાં હવે તે લેવા દેવાની પણ કડાકૂટથી છુટા થયા છીએ અને એ જ અમારે પરમાનંદ છે.
વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જેને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? એ દુષમકાળના દુર્ભાગી છે? ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવે એટલે તમારૂં શ્રેયજ છે.
સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જેની ત્રિવિધ તાપગ્નિને શાંત કરવાને