________________
૩૦
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ હે મુમુક્ષુ! વીતરાગ પર વારંવાર વિચાર કરવા ગ્ય છે, ઉપાસના ગ્ય છે, ધ્યાન કરવા ગ્ય છે.
૩ શાંતિ
કરવા
શિક્ષાપાઠ : ૧૨, ચાર મુખશચ્યા જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.
જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. જગત જાગે છે ત્યાં જ્ઞાની સૂએ છે, એમ શ્રી કૃષ્ણ કહે છે.
વૈરિ સબ મારિકે નિશ્ચિત હેઈ સૂતે હૈ.
સપુરૂષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય.
દેહ છૂટે છે તે પર્યાય છૂટે છે, પણ આત્મા આત્માકારે અખંડ -ઊભું રહે છે, પિતાનું કાંઈ જતું નથી; જે જાય છે તે પિતાનું નથી એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૃત્યુને ભય લાગે છે.
સૂતાં પહેલાં અઢાર પાપસ્થાનક, દ્વાદશ વ્રત દોષ અને સર્વ જીવને ક્ષમાવી, પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી, મહાશાંતિથી સમાધિ ભાવે શયન કરવું.
આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલાવસ્થા અસમજમાં વ્યતીત થઈ; માને કે ૪૬ વર્ષનું આયુષ્ય હશે, અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ્ય હશે, પણ તેમાં શિથિલ દશા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં. હવે માત્ર એક યુવાવસ્થા રહી. તેમાં જે મેહનીય બળવત્તરતા ન ઘટી તે સુખથી નિદ્રા આવશે નહી, નીરોગી રહેવાશે નહી, માઠા સંકલ્પ-વિકલ્પ ટળશે નહીં અને ઠામ ઠામ આથડવું પડશે, અને તે પણ રિદ્ધિ હશે તે થશે, નહીં તે પ્રથમ તેનું પ્રયત્ન કરવું