________________
૩૧
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ પડશે. તે ઈચ્છા પ્રમાણે મળી ન મળી તે એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. તેની જ ચિંતામાં, તેનાજ વિકલ્પમાં અને તે મેળવીને સુખ ભેગવીશું એ જ સંકલ્પમાં, માત્ર દુઃખ સિવાય બીજુ કંઈ દેખી શકીશું નહીં. એ વયમાં કેઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં ફાવ્યા તે એકદમ આંખ તીરછી થઈ જશે. ન ફાવ્યા તે લોકને ભેદઅને પિતાને નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળે, રેગના ભયવાળે, આજીવિકાના ભય વાળા.........એમજ પ્રત્યેક સાધન માટે અનુભવ થશે. કેમ કે વિક્રમે ટૂંકામાં કહેવાનું કે સુખને સમય હવે કર્યો કહે ?
એ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયે તેજ આપણને બીજી દષ્ટિ કરાવી સર્વ કાળને માટે સુખી કરે છે. એટલે કહ્યું શું? તે કે વધારે જીવાયું તે પણ સુખી, ઓછું છવાયું તે પણ સુખી, પાછળ જન્મવું હોય તે પણ સુખી, ન જન્મવું હોય તે પણ સુખી.
હે જીવ! તું બ્રમા મા, તને હિત કહું છું, અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ.
# શાંતિ
શિક્ષાપાઠ: ૧૩. વ્યવહારિક જીવોના ભેદ ભાગ પહેલો
આ સંસારમાં અનાદિ કાળના મિથ્યાત્વના ઉદયથી અચેત થયેલા જીવ, જિનેન્દ્ર-સર્વજ્ઞ વીતરાગના પ્રરૂપણ કરેલા સત્યાર્થ ધર્મને પ્રાપ્ત નહીં થઈ ચારે ગતિને વિષે ભ્રમણ કરે છે. સંસારમાં કમરૂપ દઢ બંધનમાં બંધાઈ પરાધીન થઈ ત્રણ સ્થાવરમાં નિરંતર ઘોર દુઃખ ભેગવતે વારંવાર જન્મ મરણ કરે છે. જે જે કર્મના ઉદય આવી રસ દે છે, તેના ઉદયમાં પિતાને ધારણ કરી અજ્ઞાની જીવ પિતાનાં સ્વરૂપને છોડી નવાં