________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ ભાન જીવને નથી. જે થવું તેજ સહજ સ્વરૂપે સ્થિતિ છે.
સર્વવિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજપર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવજ્ઞાન દશા કહી છે. જે દશા આવ્યા વિના કેઈપણ જીવ બંધનમુક્ત થાય નહીં, એ સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે જે અખંડ સત્ય છે.
કેવળ નિજ સ્વભાવનું અખંડ વતે જ્ઞાન, ' કહીયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.
સર્વ આભાસ રહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે કયારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વતે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્ત દશારૂપ નિર્વાણ દેહ છતાં જ અત્રે અનુભવાય છે.
ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તે પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ, બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ, જગતથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કેઈને જણાવી શકતા નથી. જણવીએ તે સત્સંગ નથી, મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે, એમ રહે છે. લેપરિચય ગમતું નથી, જગતમાં સાતું નથી કરેલાં કર્મ નિર્ભરવાનું છે એટલે ઉપાય નથી.
હાલ તે અમે અત્રપણે વતીએ છીએ. એટલે કઈ પ્રકારની જ્ઞાનવાર્તા પણ જણાવી શકાતી નથી, પણ મોક્ષ તે કેવળ અમને નિકટપણે વતે છે, એ તે નિઃશંક વાર્તા છે. અમારૂં જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી. સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારૂં આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તે કયાંય કહ્યું જતું નથી. ઘણાં માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ.
આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વતે, અર્થાત્ આત્મા પિતાના