________________
પર
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ ઉ. ભક્તિ જ્ઞાનને હેતુ છે. જ્ઞાન મેક્ષને હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો છે, તે તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કાંઈ છે નહીં. જીવમાત્ર જ્ઞાન-સ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે, નિર્મળ જ્ઞાન મેક્ષને હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મેક્ષ હોય એમ મને લાગતું નથી; અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મેક્ષને હેત છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એ કાંઈ નિયમ સંભવ નથી.
પ્ર. મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દે કે મારી નાખવે? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ.
ઉ. સર્ષ તમારે કરડવા દે એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ તમે જે “દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય તે પછી આ અસારભૂત દેહના રક્ષણથે જેને દેહમાં પ્રીતિ રહી છે, એવા સપને, તમારે મારે કેમ ખ્ય હેય? જેણે આત્મહિત ઈચ્છવું હોય તેણે તે ત્યાં પોતાના દેહને જતે કરે એ જ યંગ્ય છે. કદાપિ આત્મહિત ઈચ્છવું ન હોય તેણે કેમ કરવું? તે તેને ઉત્તર એ જ અપાય કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું, અથાત્ સર્ષને માર એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાવૃત્તિ હોય તે મારવાને ઉપદેશ કરાય. તે તે અમને તમને સ્વપ્ન પણ ન હોય એ જ ઈચ્છવા ગ્ય છે.
હવે સંક્ષેપમાં આ ઉત્તરે લખી પત્ર પૂરું કરું છું. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકેચથી તમને સમજવું વિશેષ મૂંઝવણવાળું થાય એવું ક્યાંય પણ હેય તે પણ વિશેષતાથી વિચારશે, અને કંઈ પણ પત્ર દ્વારા એ પૂછવા જેવું લાગે તે પૂછશે તે ઘણું કરીને તેને ઉત્તર લખીશ. વિશેષ સમાગમે સમાધાન થાય તે વધારે ગ્ય લાગે છે.
લિ. આત્મસ્વરૂપને વિષે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર રાયચંદના પ્રણામ.
૩ શાંતિ