________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૩૫૧ ઉપરથી જાણી શકાય, અને તેને વિશેષ વિચારતાં કે ભવ થે સંભવે છે, તેમજ કે ભવ હતો, પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે.
પ્ર. જે મોક્ષ પામેલાંનાં નામ આપે છે તે શા આધાર ઉપરથી?
ઉ. મને આ પ્રશ્ન ખાસ સંબંધીને પૂછે તે તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસારદશા પરિક્ષણ જેની થઈ છે, તેનાં વચને આવાં હોય, આવી તેની ચેષ્ટા હોય, એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે, અને તેને આશ્રયે તેના મેક્ષ પરત્વે કહેવાય, અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાનાં પ્રમાણે પણ શાસ્ત્રાદિથી જાણી શકાય.
પ્ર. દુનિયાની છેવટ શી સ્થિતિ થશે ?
ઉ. કેવળ મેક્ષરૂપે સર્વ જીવની સ્થિતિ થાય કે કેવળ આ દુનિયાને નાશ થાય, તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કેઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય, તે કોઈ વર્ધમાન થાય, પણ તે એક ક્ષેત્રે વધે તે બીજે ક્ષેત્રે ઘટે એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે, તે પરથી અને ઘણું જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવું સંભવિત લાગે છે કે, કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા યંગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એ અર્થ નથી.
પ્ર. આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી? ( ઉં. આ પ્રશ્નને ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ઈચ્છે છે તેને તે ઉત્તર ઉપગી થાય એમ થવા દેવું યોગ્ય નથી. સર્વ ભાવ અનાદિ છે, નીતિ, અનીતિ, તથાપિ તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તે તે સ્વીકારી શકાય એવું છે, અને એ જ આત્માને કર્તવ્ય છે અને સર્વ જીવ આશથી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી, કેમ કે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા ગ્ય નથી.
પ્ર. અભણને ભક્તિથી જ મેક્ષ મળે ખરે કે?