________________
૩૩૪
પ્રજ્ઞાબોધનું શૈલી સ્વરૂપ ત્યારે વિયેગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા છેડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
શ્રી સદ્દગુરૂએ કહ્યો છે એવા નિગ્રંથ માગને સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્રાદિ કેઈપણ મારાં નથી. શદ્ધ ચતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.
હુ શરીર નથી, પણ તેથી ભિન્ન એ જ્ઞાયક આત્મા છું તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વકમની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી. એમાં આત્માથીનું અનુપ્રેક્ષણ હોય છે.
સંસાર છે તે પુણ્ય-પાપના ઉદયરૂપ છે.
પરમાર્થથી બન્ને ઉદય (પુણ્ય-પાપ) પરના કરેલા અને આત્માથી ભિન્ન જાણીને તેના જાણનાર અથવા સાક્ષીમાત્ર રહે, હર્ષ અને ખેદ કરે નહીંપૂર્વે બંધ કરેલાં કર્મ તે હવે ઉદય આવ્યાં છે. પિતાનાં કર્યા દૂર નથી થતાં. ઉદય આવ્યા પછી ઈલાજ નથી. કર્મનાં ફળ, જે જન્મ, જરા, મરણ, રેગ, ચિંતા, ભય, વેદના, દુઃખ આદિ આવતાં તેનાથી રક્ષણ કરવા મંત્ર, તંત્ર, દેવ, દાનવ, ઔષધાદિક કેઈ સમર્થ નથી...કર્મના ઉદયને ન રોકી શકાય એવા જાણ સમતાભાવનું શરણું ગ્રહણ કરે, તે અશુભ નિર્જર થાય, અને ન બંધ ન થાય. રેગ. વિયેગ, દારિદ્ર, મરણાદિકને ભય છોડી પરમ દૌર્ય ગ્રહણ કરે. પિતાને વીતરાગ ભાવ, સંતેષભાવ, પરમ સમતાભાવ એ જ શરણ છે. બીજું કેઈ શરણું નથી. આ જીવના ઉત્તમ ક્ષમાદિભાવ પિતે જ શરણરૂપ છે. આત્માથી કર્માદિક અન્ય છે. તે મમત્વરૂપ પરિગ્રહને ત્યાગ કરે. ક્ષણે ક્ષણે મહને સંગ મૂકો. જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધે.
સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. આત્મજ્ઞાન અને સજજનસંગત રાખવાં.