________________
૨૯૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ : ૯૫. દર્શન સ્તુતિ શોપશમ, ઉપશમ, શાયિક, પરિણામિક, ઔદયિક અને સાનિ. પાતિક એ છ ભાવને લક્ષ કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જોતાં સુવિચારમાં વિશેષ સ્થિતિ થશે.
જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે, તે સમજાવા માટે ઉપર કહ્યા તે ભાવે વિશેષ અવલંબનભૂત છે. સમ્યકત્વ, આત્મજ્ઞાન અને રાગદ્વેષથી રહિત એવું ચારિત્ર, સમ્યક્ બુદ્ધિ જેને પ્રાપ્ત થયેલ છે, એવા ભવ્ય જીવને મોક્ષમાર્ગ હોય. તત્ત્વાર્થની પ્રતીતિ તે “સમ્યક્ત્વ, તત્ત્વાર્થનું જ્ઞાન તે “જ્ઞાન”, અને વિષયના વિમૂઢ માર્ગ પ્રત્યે શાંત ભાવ તે “ચારિત્ર.”
જે સવ જાણે છે, દેખે છે, દુઃખ ભેદીને સુખ ઈચ્છે છે, શુભ અને અશુભને કરે છે અને તેનું ફળ ભોગવે છે તે જીવ છે.
જે સંયમીને જ્યારે યુગમાં પુણ્ય પાપની પ્રવૃત્તિ નથી ત્યારે તેને શુભાશુભ કર્મકતૃત્વને “સંવર’ છે, “નિરોધ છે. ગને નિરોધ કરીને જે તપશ્ચર્યા કરે છે તે નિશ્ચય બહુ પ્રકારનાં કર્મોની ‘નિજરા” કરે છે.
જે આત્માર્થને સાધનાર સંવરયુક્ત આત્મસ્વરૂપ જાણીને તદ્રુપ ધ્યાન કરે છે તે મહાત્મા સાધુ કર્મરજને ખંખેરી નાંખે છે.
જેને રાગ, દ્વેષ તેમજ મોહ અને વેગ પરિણમન વર્તતાં નથી, તેને શુભાશુભ કર્મને બાળીને ભસ્મ કરવાવાળે ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે છે.
દર્શન જ્ઞાનથી ભરપૂર, અન્ય દ્રવ્યને સંસર્ગથી રહિત એવું ધ્યાન નિજર હેતુથી ધ્યાવે છે, તે મહાત્મા “સ્વભાવ સહિત” છે.
જે સંવરયુક્ત સર્વ કર્મની નિર્જરા કરતે છતે વેદનીય અને આયુષ્ય-કર્મથી રહિત થાય તે મહાત્મા તે જ ભવે મોક્ષ પામે. જીવને સ્વભાવ અપ્રતિહત જ્ઞાનદર્શન છે. તેનું અનન્યમય આચરણ (શુદ્ધ નિશ્ચયમય એ સ્થિર સ્વભાવ) તે “નિર્મલ ચારિત્ર” સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે.