________________
૨૯૭
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
વસ્તુપણે આત્માને સ્વભાવ નિર્મલ જ છે, ગુણ અને પર્યાય પર સમય પરિણમીપણે અનાદિથી પરિણમ્યા છે, તે દૃષ્ટિથી અનિમલ છે. જે તે આત્મા સ્વસમયને પ્રાપ્ત થાય તે કમબંધથી રહિત થાય.
જે સર્વ સંગમાત્રથી મુક્ત થઈ અનન્યમયપણે આત્મસ્વભાવમાં સ્થિત છે, નિમલ જ્ઞાતા-દષ્ટા છે તે ‘સ્વચારિત્ર આચરનાર જીવ છે. પરદ્રવ્ય પ્રત્યેના ભાવથી રહિત, નિવિકલ્પ જ્ઞાનદર્શનમય પરિણામી આત્મા છે તે સ્વચારિત્રાચરણ છે.
ધર્માસ્તિકાયાદિના સ્વરૂપની પ્રતીતિ તે “સમ્યકત્વ', બાર અંગ અને પૂર્વનું જાણપણું તે “જ્ઞાન, તપશ્ચર્યાદિમાં પ્રવૃત્તિ તે વ્યવહારમોક્ષમાર્ગ છે. તે ત્રણ વડે સમાહિત આત્મા, આત્મા સિવાય જ્યાં અન્ય કિંચિત્ માત્ર કરતું નથી, માત્ર અનન્ય આત્મામય છે ત્યાં નિશ્ચય મેક્ષ માર્ગ” સર્વજ્ઞ વિતરાગે કહ્યો છે.
જે આત્મા આત્મસ્વભાવમય એવાં જ્ઞાનદર્શનને અનન્યમય આચરે છે, તેને તે નિશ્ચય જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. જે આ સર્વ જાણશે અને દેખશે તે અવ્યાબાધ સુખ અનુભવશે. આ ભાવની પ્રતીતિ ભવ્યને થાય છે, અભવ્યને થતી નથી.
દશન, જ્ઞાન અને ચારિત્ર એ “મોક્ષમાર્ગ છે. તેની સેવનાથી “મોક્ષ પ્રાપ્ત થાય છે; અને (અમુક હેતુથી) બંધ થાય છે એમ મુનિઓએ કહ્યું છે.
અહંત, સિદ્ધ, મૈત્ય, પ્રવચન, મુનિગણ જ્ઞાનભક્તિસંપન્ન ઘણું પુણ્ય ઉત્પન્ન કરે છે, પણ તે સર્વ કર્મને ક્ષય કરતું નથી.
જેના હૃદયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વતે છે તે સર્વ આગમને જાણનાર હોય તે પણ “સ્વસમયનથી જાણતે એમ જાણવું. તે માટે સર્વ ઈચ્છાથી નિવતી નિસંગ અને નિમમત્વ થઈને જે સિદ્ધસ્વરૂપની ભક્તિ કરે તે નિર્વાણને પ્રાપ્ત થાય.
પરમેષ્ઠિપદને વિષે જેને તત્વાર્થ–પ્રતીતિપૂર્વક ભક્તિ છે, અને નિગ્રંથ પ્રવચનમાં રુચિપણે જેની બુદ્ધિ પરિણમી છે, તેમજ તે સંયમતપ સહિત વતે છે તે તેને (કંઈ) મેક્ષ કંઈ દૂર નથી.