________________
૨૬૧
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ નિભાવ્યે આવજે. બીજા તારૂ કેમ માનતા નથી એ પ્રશ્ન તારા અંતરમાં ન ઉગે. બીજા તારૂં માને છે એ ઘણું ગ્ય છે એવું સ્મરણ તને ન થાઓ. ગૃહવાસ જ્યાં સુધી સુજિત છે ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય છે. ગૃહવાસમાં તેમાં જ લક્ષ હો. ગૃહવાસમાં પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતાં શીખવ. સઘળાં સમાન જ માન, ત્યાં સુધી તારે કાળ ઘણો જ ઉચિત જાઓ.
બીજાના દોષે તને બંધન છે એમ માનીશ નહીં. તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતા ભુલાવ. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારે દોષ એટલે જ કે અન્યને પિતાનું માનવું પિતે પિતાને ભૂલી જવું. એ બધામાં તારી લાગણી નથી. માટે જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે.
હે મૂઢ એમ ન કર. આ તને તેં હિત કહ્યું. અંતરમાં સુખ છે. આ તે અખંડ સિદ્ધાંત માનજે કે સંયેગ, વિયેગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણુરાગ, અનુરાગ ઈત્યાદિ એગ કેઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યાં છે. તે જ કાપવાદ સહન કરવા કે જેથી તે જ લેકે પોતે કરેલા અપવાદને પુનઃ પશ્ચાતાપ કરે. હજારે ઉપદેશ વચન, કથન સાંભળવા કરતાં તેમાંનાં ચેડાં વચનો પણ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે.
નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે, આનંદના કારણરૂપ થઈ પડે છે. જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ઉપભેગી થાઓ. વર્તનમાં બાલક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ.
સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પણ દાખલ છે. એ જ ભાગ્યશાલી કે જે દુર્ભાગ્યશાલીની દયા ખાય છે. પુરુષના અંતઃકરણે આચર્યો કિવા કહ્યો તે ધર્મ. એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
ક્યિા એ કર્મ, ઉપગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ