________________
૨૬૦
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
સઘળાનું મૂળ આત્માની સત્પાત્રતા છે.
સર્વ સંપુરૂષે માત્ર એક જ વાતથી તર્યા છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિ પર્યત સક્રિયા કે રાગ, દ્વેષ અને મેહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે.
હે આત્મન ! તેં જે આ મનુષ્યપણું કાકાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે, તે તારે પિતામાં પિતાને નિશ્ચય કરીને પિતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. આ મનુષ્યજન્મ સિવાય અન્ય કોઈ પણ જન્મમાં પિતાના સ્વરૂપને નિશ્ચય નથી થતે આ કારણથી આ ઉપદેશ છે.
સર્વ દર્શનથી ઊંચ ગતિ છે. પરંતુ મેક્ષને માગ જ્ઞાનીઓએ તે અક્ષરમાં સ્પષ્ટ દર્શાવ્યું નથી, ગૌણતાએ રાખે છે. તે ગૌણતાનું સર્વોતમ તત્વ આ જણાય છે -નિશ્ચય નિગ્રંથ જ્ઞાની ગુરૂની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું, સમીપમાં સદૈવ કાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું. આત્મદશિતા ત્યારે પ્રાપ્ત થશે.
તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન છે, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મેહિની નથી. સત્ સત્ નિરૂપમ, સર્વોત્તમ, શુકલ, શીતળ, અમૃતમય દર્શન, જ્ઞાન સમ્યફ તિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ અદ્દભૂત સ્વરૂપ દશિતાની બલિહારી છે.
કુટુંબરૂપી કાજળની કેટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી સુધારણા કરશે તે પણ એકાંતથી જેટલે સંસાર ક્ષય થવાને છે, તેને સોમે હિસ્સો પણ તે કાજળ ગૃહમાં રહેવાથી થવાનું નથી. ક્યાયનું તે નિમિત્તા છે. મહિને રહેવાને અનાદિકાળને પર્વત છે. પ્રત્યેક અંતર ગુફામાં તે જાજવલ્યમાન છે. સુધારણ કરતાં વખતે શ્રાદ્ધત્પત્તિ થવી સંભવે. માટે ત્યાં અ૫ભાષી થવું, અ૫હાસી થવું, અલ્પ પરિચયી થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવવી, અલ્પ સહચારી થવું, અલ્પ ગુરૂ થવું, પરિણામ વિચારવું, એજ શ્રેયકર છે.
વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ ઉપયોગ, સમતા ભાવે