________________
પ્રજ્ઞાવખાધનુ' શૈલી સ્વરૂપ
૨૨૨
સના કરવા યાગ્ય છે, ધ્યાન કરવા ચાગ્ય છે.
જ્યાં જીવના પિરણામ વમાન, હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કન્ય છે. અર્થાત ધ્યાન લીનપણે સ` બાહ્ય દ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજસ્વરૂપના લક્ષમાં રહેવુ. ઉચિત છે.
ભગવાન જિને ઉપદેશેલા આત્માના (ધર્મી) સમાધિ મા શ્રી ગુરૂના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરે. ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૭૯ મહત્પુરૂષ ચરિત્ર ભાગ-૧
૧ શ્રી અનાથીમુનિ :
મહાતપોધન, મહામુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહાનિગ્રંથ અને મહાશ્રુત અનાથીમુનિએ મગધ દેશના શ્રેણિક રાજાને પેાતાનાં વીતક ચરિત્રથી જે બેધ આપ્યા છે તે ખરે! અશરણુ ભાવના સિદ્ધ કરે છે. મહામુનિ અનાથીએ ભાગવેલી વેદના જેવી, કે એથી અતિ વિશેષ વેદના અનંત આત્માઓને ભાગવતા જોઈએ છીએ એ કેવુ વિચારવા લાયક છે! સંસારમાં અશરણુતા અને અનંત અનાથતા છવાઈ રહી છે, તેના ત્યાગ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમશીલને સેવવાથી જ થાય છે. એજ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા; તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા સન્દેવ, સત્યમ અને સદ્ગુરૂને જાણવા અવશ્યના છે. ૨ બાહુબળ :
ઋષભદેવજી ભગવાન સર્વાંસગ પરિત્યાગ કરી ભરત, બાહુબળ નામના બે પુત્રોને રાજ્ય સોંપી વિહાર કરતા હતા ત્યારે ભરતેશ્વર ચક્રવતી થયા. આયુધશાળામાં ચક્રની ઉત્પત્તિ થયા પછી પ્રત્યેક રાજ્ય પર પાતાની આમ્નાય બેસાડી અને છ ખંડની પ્રભુતા મેળવી. માત્ર માહુબળે જ એ પ્રભુતા અંગીકાર ન કરી. એથી પિરણામમાં ભરતેશ્વર