________________
પ્રજ્ઞાવાધનુ' શૈલી સ્વરૂપ
અને બાહુબળને યુદ્ધ મંડાયું. ઘણા વખત સુધી ભરતેશ્વર કે બાહુબળ એ ખન્નેમાંથી એકકે હઠયા નહીં, ત્યારે ક્રોધાવેશમાં આવી જઈ ભરતેશ્વરે બાહુબળ પર ચક્ર મૂકયુ. એક વીય*થી ઉત્પન્ન થયેલા ભાઈ પર તે ચક્ર મૂકવાથી બાહુમળને બહુ ક્રોધ આવ્યા, તેણે મહાબળવત્તર મુષ્ટિ ઉપાડી. તત્કાળ ત્યાં તેની ભાવનાનું સ્વરૂપ ક્યુ. તે વિચારી ગયા કે “હું આ બહુ નિ ંદનીય કરૂં છું, આનું પિરણામ કેવું દુઃખદાયક છે ! ભલે ભરતેશ્વર રાજ્ય ભાગવા. મિથ્યા પરસ્પરના નાશ શા માટે કરવા. આ મુષ્ટિ મારવી યાગ્ય નથી; તેમ ઉગામી તે હવે પાછી વાળવી પણ યેગ્ય નથી.” એમ કહી તેણે પચ મુષ્ટિ કેશ લુંચન કર્યું. અને ત્યાંથી મુનિત્વભાવે ચાલી નીકળ્યેા. ભગવાન આદીશ્વર જ્યાં અઠ્ઠાણુ. દીક્ષિત પુત્રોથી તેમજ આ –આર્યાંથી વિહાર કરતા હતા ત્યાં જવા ઇચ્છા કરી; પણ મનમાં માન આવ્યું. ત્યાં હું જઈશ તે મારાથી નાના અઠ્ઠાણું ભાઈ આને વંદન કરવું પડશે, તેથી ત્યાં તે જવું યેાગ્ય નથી. પછી વનમાં તે એકાગ્ર ધ્યાને રહ્યો. હળવે હળવે બાર માસ થઈ ગયા. મહાતપથી કાયા હાડકાંના માળેા થઈ ગઈ. તે સુકા ઝાડ જેવા દેખાવા લાગ્યા; પરંતુ જ્યાં સુધી માનનેા અંકુર તેના અંતઃકરણથી ખસ્યા નહાતા ત્યાં સુધી તે સિદ્ધિ ન પામ્યા. બ્રાહ્મી અને સુંદરીએ આવીને તેને ઉપદેશ કર્યાં, “આ વીર ! હવે મદોન્મત્ત હાથી પરથી ઉતરે; એનાથી તે બહુ શેાધ્યુ.” એએનાં આ વચનેથી માહુબળ વિચારમાં પડયા, વિચારતાં વિચારતાં તેને ભાન થયું કે “સત્ય છે, હું માનરૂપી મો. ન્મત્ત હાથી પરથી હજુ કયાં ઉતર્યાં છું, હવે એથી ઉતરવું એજ મગળકારક છે.’” એમ કહીને તેણે વંદન કરવાને માટે પગલુ ભર્યુ કે તે અનુપમ દિવ્ય કૈવલ્ય કમળાને પામ્યા. વાંચનાર ! જુએ માન એ કેવી દુરિત વસ્તુ છે ! !
૩. વજીસ્વામી :–
૨૨૩
વજીસ્વામી કેવળ ક’ચન કામિનીના દ્રવ્ય ભાવથી પરિત્યાગી હતા....પણ આ મહાપવિત્ર સાધુ વસ્વામીને પિગળાવવા સંબંધીની આશા નિ ક છતાં અધોગતિના કારણરૂપ છે, એમ સુવિચારી તે રુકિમણીએ પિતાએ