________________
૧૯૨
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
કહ્યા છે તે ગુણો જે આત્મામાં પ્રવતે તે મેક્ષ થાય. સપુરૂષમાં ભાવ અધ્યાત્મ પ્રગટ છે. પુરુષની વાણી સાંભળે તે દ્રવ્ય અધ્યાત્મી, શબ્દ અધ્યાત્મી કહેવાય છે. શબ્દ અધ્યાત્મીઓ અધ્યાત્મની વાત કરે અને મહા અનર્થકારક પ્રવર્તન કરે, આ કારણથી તેઓને જ્ઞાનદગ્ધ કહેવા. આવા અધ્યાત્મીઓ શુષ્ક અને અજ્ઞાની સમજવા.
જ્ઞાની પુરુષરૂપી સૂર્ય પ્રગટ થયા પછી ખરા અધ્યાત્મીએ શુષ્ક રીતે પ્રવતે નહીં, ભાવ અધ્યાત્મમાં પ્રગટપણે વર્તે. આત્મામાં ખરેખરા ગુણે ઉત્પન્ન થયા પછી મેક્ષ થાય. આ કાળમાં દ્રવ્ય અધ્યાત્મીઓ, જ્ઞાનદગ્ધ ઘણું છે. દ્રવ્ય અધ્યાત્મીઓ દેવળના ઇંડાના દષ્ટાંતે મૂળ પરમાર્થ સમજતા નથી.
કરાગ્રહ મૂકીને જીવ વિચારે, તે માર્ગ જુદો છે. સમકિત સુલભ છે, પ્રત્યક્ષ છે, સહેલું છે. જીવ ગામ મૂકી આઘા ગયા છે તે પાછો ફરે ત્યારે ગામ આવે. સપુરૂષનાં વચનનું આસ્થા સહિત શ્રવણ મનન કરે તે સમ્યકત્વ આવે. તે આવ્યા પછી વ્રત પચ્ચખાણ આવે, ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. સાચું સમજાઈ તેની આસ્થા થઈ તેજ સમ્યક્ત્વ છે, જેને ખરા ખેટાની કિંમત થઈ છે, તે ભેદ જેને મટે છે તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય.
વર્તમાનમાં દષ્ટિ રાગાનુસારી માણસો વિશેષપણે છે.
અસદ્દગુરૂથી સત્ સમજાય નહીં, સમકિત થશે નહીં, દયા, સત્ય, અદત્ત ન લેવું એ આદિ સદાચાર એ પુરૂષની સમીપ આવવાનાં સત્ સાધન છે. પુરૂષે જે કહે છે તે સૂત્રનાસિદ્ધાંતના પરમાર્થરૂપ છે. સૂત્ર સિદ્ધાંત તે કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવે છે ને સૂત્ર કાગળમાં લખેલ દીવ છે, જાણપણું શું? પરમાર્થના કામમાં આવે તે જાણપણું. સમ્યક્રદશન સહિત જાણપણું હેય તે સમ્યકજ્ઞાન.
નવ પૂર્વ તે અભવી પણ જાણે. પણ સમ્યગ્દર્શન વિના તે સૂત્ર અજ્ઞાન કહ્યું છે.
શાનાં શાસ્ત્રો મુખપાઠ હેય એવા પુરૂષે ઘણા મળી શકે,