________________
૧૯૧
પ્રજ્ઞાબોધનું શૈલી સ્વરૂપ અત્યંતર છે તે સહેજે બહાર આવે છે.
અત્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી અને ઉદય આધીન આાથી વિરતિપણું ન આદરી શકે તે પણ, જ્યારે ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજે વિરતિપણું રહે છે, કારણ કે અત્યંતર વિરતિપણું પહેલેથી પ્રાપ્ત થયેલું છે, જેથી હવે અવિરતિપણું છે નહીં, કે તે અવિરતિપણાની ક્રિયા કરી શકે.
જ્યાં જ્યાં આ જીવ જમ્યા છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્યો છે, જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહને અને દેહના સંબંધમાં આવતા પદાર્થોને આ જીવે ત્યાગ કર્યો છે. એટલે હજી સુધી તે જ્ઞાનવિચારે કરી ભાવ ગાજે નથી, અને તે તે પૂર્વ સંજ્ઞાઓ હજી એમને એમ આ જીવના અભિમાનમાં વતી આવે છે, એજ એને લેક આખાની અધિકરણ કિયાને હેત કહ્યો છે.
પૂર્વે જ્ઞાનીની વાણી આ જ નિશ્ચયપણે કદી સાંભળી નથી અથવા તે વાણી સમ્યક્ પ્રકારે માથે ચડાવી નથી, એમ સર્વદર્શીએ કહ્યું છે.
સદ્દગુરૂ ઉપદિષ્ટ યક્ત સંયમને પાળતાં એટલે સદગુરૂની આજ્ઞાએ વર્તતાં પાપ થકી વિરમવું થાય છે, અને અભેદ્ય એવા સંસાર સમુદ્રનું તરવું થાય છે. જ્ઞાનીએ કહ્યું છે કે “બૂજે કેમ ભૂજતા નથી? ફરી આ અવસર આવ દુર્લભ છે!
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
શિક્ષાપાઠ ૭૧ અધ્યાત્મ ભાગ ૧ લે.
આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે વિતે તે “અધ્યાત્મ જ્ઞાન. મુખ્યપણે જેમાં આત્મા વર્ણજો હેય તે “અધ્યાત્મ શાસ્ત્ર.” ભાવ અધ્યાત્મ વિના અક્ષર (શબ્દ) અધ્યાત્મીને મેક્ષ નથી થતું. જે ગુણે અક્ષરોમાં