________________
૧૮૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કે ગતિ મને દેખાતી નથી. કેમ કે સર્વસ્વ લુંટાયા જે વેગ કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, એ ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યુગથી મારી નિવૃત્તિ કર અને તે નિવૃત્તિને સર્વોત્તમ સદુપાય એ જે સદગુરુ પ્રત્યેને શરણભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર..
જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમકારે મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશી અને ટીલેજ્યપ્રકાશક છે, હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલાં તત્વની શંકા ન થાય, તમારાં કહેલાં તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એજ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મ જન્ય પાપથી ક્ષમા ઈચ્છું છું.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ તે ત્રિશલા તન મન ચિંતવી, જ્ઞાન વિવેક વિચાર વધારું; નિત્ય વિશેધ કરી નવ તત્વને, ઉત્તમ બેધ અનેક ઉચ્ચારું. સંશય બીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથને અવધારું રાજ્ય, સદા મુજ એજ મનોરથ, ધાર, થશે અપવર્ગ ઉતારૂં. અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરૂણું સિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો અહે! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિઓ, વતું ચરણાધીન. દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનીનાં ચરણમાં, હે વંદન અગણિત.
જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હે! નમસ્કાર હે!