________________
૧૭૨
પ્રજ્ઞાવાધનુ' શૈલી સ્વરૂપ
· તાપ રહ્યાં છે; તેમજ પરિણામે મહાતાપ, અનંત શોક, અને અનંત ભય છે; તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે; વા નથી જ. આમ હાવાથી તેની અનુરક્તતા વિવેકી કરતાં નથી. સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણુ, સત્ય તત્ત્વજ્ઞાનની પ્રસાદિ પ્રાપ્ત થવાથી, તેના ત્યાગ કરીને ચેગમાં પરમાનંદ માની સત્ય મનાવીરતાથી અન્ય પામર આત્માઓને ભતૃહિર ઉપદેશે છે કેઃ
ભાગમાં રાગના ભય છે; કુળને પડવાનેા ભય છે; લક્ષ્મીમાં રાજાના ભય છે; માનમાં દ્વીનતાને ભય છે; ખળમાં શત્રુના ભય છે; રૂપથી સ્રીને ભય છે; શાસ્ત્રમાં વાદના ભય છે; ગુણમાં ખળના ભય છે; અને કાયા પર કાળના ભય છે; એમ સ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે !!’
જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલુ મળતુ જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે, પરિગ્રહની પ્રબળતામાં જે કઈ મળ્યું હાય તેનું સુખ તે ભાગવવાતું નથી પરંતુ હેાય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિર`તર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માત યેાગથી એવી પાપ ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તે બહુધા અધેાગતિનું કારણ થઈ પડે.
.......ત્યારે ચરત્ન મૂડ્યું; અશ્વ, ગજ અને સ સૈન્ય સહિત સુષુમ નામના તે ચક્રવતી ખૂડયો; પાપ ભાવનામાં ને પાપ ભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી સાતમી તમતમ પ્રભા નરકને વિષે જઈ ને પડયો. જુએ ! છ ખંડનું આધિપત્ય તો ભાગવવું રહ્યું પરંતુ અકસ્માત અને ભયકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવતીનું મૃત્યુ થયું તેા પછી ખીજાને માટે તે કહેવું જ શું ? પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપના પિતા છે, અન્ય એકાદશ વ્રતને મહાદોષ દે એવા એના સ્વભાવ છે. એ માટે થઈ ને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેના ત્યાગ કરી મર્યાદાપૂર્ણાંક વર્તન કરવું.
તે દશા શાથી અવરાઈ ? અને તે દશા વમાન કેમ ન થઈ?