________________
૧૭છે -
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ લકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રી આદિ પરિષહને જય ન કરવાથી. ત્રીસ મહામહનીયનાં સ્થાનક તીર્થકરે કહ્યાં છે તે સાચાં છે.
અનંતા જ્ઞાની પુરૂષએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગને એકાંત અભિપ્રાય આપે છે એ જે કામ તેથી જે મૂંઝાયા નથી, તેજ પરમાત્મા છે
૩ શાંતિ
શિક્ષાપાઠ ૬૪ તીર્થકરપદ સંપ્રાપ્તિ સ્થાનક
વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થકર ગોત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી મહામહનીય કર્મ બંધાય છે.
- યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બેલે છે તે પરમાથે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની. શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે.
જોકે હમણાં જ તમે સર્વને માગે ચઢાવીએ પણ ભાજનના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહીં તે જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મૂક્વાથી વાસણુને નાશ થાય, તેમ થાય. પશમ પ્રમાણે સમજી શકાય છે.
તમારે કઈ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે, તે હવે તમારા પુરુષાર્થને આધીન છે. જે તમે પુરૂષાર્થ કરશો તે મોક્ષ દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણુ જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયાં પહેલાં) દેહ તે તેને તેજ રહે છે તે પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું