________________
૧૬૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કરવામાં આવે છે. જેમ હરિએ છેલ કમ દોરે તેમ દેરાઈએ છીએ, હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે, પાંચ ઇંદ્રિયે શૂન્યપણે પ્રવર્તવા રૂપ જ રહે છે, નય પ્રમાણ વગેરે શાસ્ત્ર ભેદ સાંભરતાં નથી. કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પિતાની ઈચ્છા પ્રમાણે વતે છે; મન પિતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ અને જેટલી છૂપી રખાય છે, તેટલી હાનિ છે. યોગ્ય વતીએ છીએ કે અગ્ય એને કંઈ હિસાબ રાખે નથી. આદિ પુરૂષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મેક્ષાદિક પદાર્થો માંની આકાંક્ષાને ભંગ થઈ ગયે છે; આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી એમ માનીએ છીએ, અખંડ પ્રેમ ખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી, એમ જાણીએ છીએ. આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિચળપણે જાણીએ છીએ. પણ તેમ કરવામાં કાળ કારણભૂત થઈ પડે છે, અને એ સર્વેને દેષ અમને છે કે હરિને છે, એ ચોક્કસ નિર્ણય કરી શકાતું નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ. લઈએ છીએ, દઈએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ–જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે, અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઇચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટે નથી.
અમારી દશા મંદ ગ્યને હાલ લાભ કરે તેવી નથી, અમે એવી જંજાળ હાલ ઈચ્છતા નથી, રાખી નથી, અને તેઓ બધાને કેમ વહીવટ ચાલે છે, એનું સ્મરણ નથી. તેમ છતાં અમને એ બધાની અનુકંપા આવ્યા કરે છે, તેમનાથી અથવા પ્રાણી માત્રથી, મનથી ભિન્ન ભાવ રાખે નથી, અને રાખે રહે તેમ નથી.દશાનું ટૂંકું વર્ણન વાંચીને, આપને ઉત્તર લખાયા ન હોય તે માટે ક્ષમા આપવાની વિજ્ઞાપના કરું છું.
પ્રભુની પરમ કૃપા છે. અમને કેઈથી ભિન્ન ભાવ રહ્યો નથી, કઈ વિષે દેષ બુદ્ધિ આવતી નથી, મુનિ વિષે અમને કઈ હલકે