________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૧૫૯ સમતા છે. કેઈ પ્રત્યે ઓછાપણું, અધિકપણું કંઈ પણ આત્માને રુચતું નથી, ત્યાં પછી બીજી અવસ્થાને વિકલ્પ હવા યોગ્ય નથી; અમે તમને શું કહીએ? સંક્ષેપમાં લખ્યું છે.
સૌથી અભિન્ન ભાવના છે, જેટલી યોગ્યતા જેની વતે છે, તે પ્રત્યે તેટલી અભિન્ન ભાવની સ્કૂતિ થાય છે કવચિત કરૂણા બુદ્ધિથી વિશેષ સ્કૂતિ થાય છે, પણ વિષમપણાથી કે વિષય, પરિગ્રહાદિ કારણ પ્રત્યયથી તે પ્રત્યે વર્તવાને કંઈ આત્મામાં સંકલ્પ જણાતું નથી. અવિકલ્પરૂપ સ્થિતિ છે. વિશેષ શું કહીએ? અમારે કંઈ અમારું નથી કે બીજાનું નથી, કે બીજું નથી; જેમ છે તેમ છે. જેમ સ્થિતિ આત્માની છે, તેવી સ્થિતિ છે, સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે, સમ વિષમતા નથી. સહજાનંદ સ્થિતિ છે. જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્ત બુદ્ધિ ઘટે નહીં, હાય નહી.
અમારી દશા હાલમાં કેવી વતે છે તે જાણવાની આપની ઈચ્છા રહે છે, પણ જેવી વિગતથી જોઈએ તેવી વિગતથી લખી શકાય નહીં એટલે વારંવાર લખી નથી. અત્રે ટૂંકામાં લખીએ છીએ.
એક પુરાણ પુરૂષ અને પુરાણ પુરૂષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કઈ પદાર્થમાં રૂચિ માત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી, જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કેઈ શત્રુમિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કેણ મિત્ર છે, એની ખબર રખાતી નથી, અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ, અમારે શું કરવાનું છે તે કેઈથી કળાય તેવું નથી, અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વતીએ છીએ, વ્રત નિયમને કંઈ નિયમ રાખ્યો નથી, જાત ભાતને કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કઈ માન્યું નથી, અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે, સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચ્છા નથી; શબ્દાદિક વિષયે અનુભવ્યા સ્મૃતિમાં આવ્યાથી, અથવા ઈશ્વરેચ્છાથી તેની ઈચ્છા રહી નથી, પિતાની ઈચ્છાએ થેડી જ પ્રવૃત્તિ