________________
પ્રસ્તાવનેધનું શૈલી સ્વરૂપ
૧૪૭ શિક્ષાપાઠઃ ૫૫ મહપુરૂષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી ભા. ૧ લો
સમુચ્ચય વય ચર્ચા -
સંવત ૧૯૨૪ના કાતિક શુદિ ૧૫ રવિએ મારે જન્મ લેવાથી આજે (કારતક સુદ ૧૫, ૧૯૪૬) મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પૂરાં થયાં. બાવીસ વર્ષની અ૫વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિ રચના, નાના પ્રકારના સંસારી મજાં, અનંત દુઃખનું મૂળ, એ બધાંને અનેક પ્રકારે મને અનુભવ થયું છે. સમર્થ તત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચાર કર્યા છે તે જાતિનાં અનેક વિચારે તે અ૫ વયમાં મેં કરેલા છે. મહાન ચક્રવતીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિઃસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પવયમાં મહતું વિચારે કરી નાખ્યા છે. મહત્વ વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીરભાવથી આજે હું દષ્ટિ દઈ જોઉં છું તે પ્રથમની મારી ઉગતી વિચાર શ્રેણ, આત્મદશા અને આજને આકાશ પાતાળનું અંતર છે; તેને છેડે અને આને છેડે કઈ કાળે જાણે મળ્યા મળે તેમ નથી, પણ શેચ કરશે કે એટલી બધી વિચિત્રતાનું કેઈ સ્થળે લેખન-ચિત્રન કર્યું છે કે કંઈ નહીં? તે
ત્યાં એટલું જ કહી શકીશ કે લેખન-ચિત્રન સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર-લેખિનીને સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય, અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે. પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચાખી ના કહી હતી, એટલે નિરૂપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છું. પરિણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી તેજ સ્મૃતિને સમજાવી તે વયચર્યા ધીરે ધીરે બનશે તે ધવળ-પત્ર પર મૂકીશ, તે પણ સમુચ્ચય વયચર્યા સંભારી જઉં છું. –