________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૧૪૫ જેન માર્ગ વિવેક પિતાના સમાધાનને અર્થે યથાશક્તિએ જેનમાર્ગને જાણે છે, તેને સંક્ષેપે કંઈપણ વિવેક કરૂં છું - તે જૈન માર્ગ જે પદાર્થનું હેવાપણું છે તેને હેવાપણે અને નથી તેને નહીં તેવાપણે માને છે. જેને હેવાપણું છે તે બે પ્રકારે છે એમ કહે છે. જીવ અને અજીવ એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે. કઈ કઈને સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી.
અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે. જીવ અનંતા છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ ત્રણે કાળ જુદા છે, જ્ઞાન દર્શનાદિ લક્ષણે જીવ ઓળખાય છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહે છે. સંકેચ વિકાસનું ભાજન છે. અનાદિથી કર્મ ગ્રાહક છે. તથારૂપ સ્વરૂપ જાણ્યાથી પ્રતીતિમાં આણ્યાથી, સ્થિર પરિણામ થયે તે કર્મની નિવૃત્તિ થાય છે. સ્વરૂપે જીવ, વર્ણ, ગંધ, રસ, સ્પશ” રહિત છે. અજર અમર શાશ્વત વસ્તુ છે.
શ્રી કષભદેવથી શ્રી મહાવીર પર્યત વર્તમાન ભરતક્ષેત્રના ચોવીશ તીર્થકરેના પરમ ઉપકારને વારંવાર સંભારું છું.
શ્રીમાન વર્ધમાન જિન વર્તમાનકાળના ચરમ તીર્થંકરદેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વતે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરૂષે વારંવાર આશ્ચર્યમય દેખે છે.
કાળના દૃષથી અપાર શ્રુતસાગરને ઘણે ભાગ નિસજન થતું ગયે અને બિંદુ માત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે.
ઘણું સ્થળ વિસર્જન થવાથી, ઘણું સ્થળમાં સ્થળ નિરૂપણ રહ્યું હોવાથી નિગ્રંથ ભગવાનના તે શ્રુતને પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યોને આ ક્ષેત્રે પ્રાપ્ત થતું નથી.
ઘણા મતમતાંતરાદિ ઉત્પન્ન થવાને હેતુ પણ એજ છે, અને તેથી જ નિર્મળ આત્મતત્વના અભ્યાસી મહાત્માઓની અલ્પતા થઈ.
શ્રત અ૫ રહ્યાં છતાં, મતમતાંતર ઘણું છતાં, સમાધાનનાં કેટલાંક સાધને પરાક્ષ છતાં, મહાત્મા પુરૂષનું કવચિતત્વ છતાં હે આર્યજને ! પ્ર-૧૦