________________
૧૪૪
પ્રજ્ઞાવમેધન શૈલી સ્વરૂપ
દુર્લભ છે. સારા દેશકાળમાં પણ એવા મહાત્માઓના યોગ દુર્લભ છે. તે આવા દુ:ખમુખ્ય કાળમાં તેમ હાય એમાં કઈ કહેવું રહેતુ નથી.
યદ્યપિ તેવા મહાત્મા પુરૂષના કવચિત્ યાગ અને છે, તે પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તો તે અપૂર્વ ગુણને તેવા મુહૂત માત્રના સમાગમમાં પ્રાપ્ત કરી શકે છે. જેવા મહાત્મા પુરૂષના વચન પ્રતાપથી મુહૂત માત્રમાં ચક્રવતીએ પોતાનું રાજપાટ છોડી ભયં વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા, તેવા મહાત્મા પુરૂષના યાગથી અપૂર્વ ગુણુ કેમ પ્રાપ્ત ન થાય ?
નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાધીનપણે વવું જોઈ એ. અને તે માટે બાહ્યાભ્યતર પરિગ્રહાદિ ત્યાગ જ યાગ્ય છે. જેએસ થા તેવા ત્યાગ કરવાને સમર્થ નથી, તેમણે આ પ્રમાણે દેશ ત્યાગ પૂક કરવું યાગ્ય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે ઉપદેશ્યું છે :
તે મહાત્માપુરૂષના ગુણાતિશયપણાથી, સમ્યક્ચરણથી, પરમજ્ઞાનથી, પરમશાંતિથી, પરમનિવૃત્તિથી, મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિએ પરાવર્તન થઈ શુભ સ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે.
અપાત્ર શ્રોતાને દ્રવ્યાનુયાગાદ્વિ ભાવ ઉપદેશવાથી નાસ્તિકાદિ ભાવા ઉત્પન્ન થવાના વખત આવે છે. અથવા શુષ્કજ્ઞાની થવાના વખત આવે છે.
સ` દુઃખના ક્ષય કરનારા એક પરમ સદુપાય, સંજીવને હિતકારી, સ` દુઃખના ક્ષયના એક આત્યંતિક ઉપાય, પરમ સદુપાયરૂપ વીતરાગ દન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના પરમ અવલંબન વડે જીવ ભવસાગર તરી જાય છે. સમવાયાંગ સૂત્રમાં કહ્યુ છે કે:
આત્મા શુ'! કમ શુ? તેના કર્તા કોણ ? તેનું ઉપાદાન કોણ? નિમિત્ત કોણ ? તેની સ્થિતિ કેટલી ? કર્તા શા વડે ? શું પરિમાણુમાં તે બાંધી શકે? એ આદિ ભાવાનું સ્વરૂપ જેવુ... નિગ્ર ́થ સિદ્ધાંતમાં સ્પષ્ટ, સૂક્ષ્મ અને સંકલનાપૂર્ણાંક છે તેવુ કોઈ પણ દનમાં નથી.