________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
૧૧૯ શિક્ષાપાઠઃ ૪૬. સમાધિમરણ ભાગ રજે
દુર્લભ એ મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈપણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરૂષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો. જે પુરૂષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ તે પુરૂષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ જરા મરણદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વતે છે, તે પુરૂષને આશ્રયજ જીવને જન્મ જરા મરણદિને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંગ સંબધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેને ગમે ત્યારે વિયેગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એજ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા ચેડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
શ્રી સદ્દગુરૂએ કહ્યો છે એવા નિગ્રંથ માગને સદાય આશ્રય રહે. હું દેહાદ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી પુત્રાદિ કેઈપણ મારાં નથી, શુદ્ધ ૌતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષને ક્ષય થાય.
જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાને નથી; તે રહેવાને પણ નથી, જ્યારે ત્યારે પણ તેને વિયેગ થવાનું છે, એ ભેદ વિજ્ઞાનને લઈને હંમેશાં નગારાં વાગતાં હોય તેવી રીતે તેના કાને પડે છે, અને અજ્ઞાનીના કાન બહેરા હોય છે એટલે તે જાણુ નથી. જ્ઞાની દેહ જવાને છે એમ સમજી તેને વિયેગ થાય તેમાં ખેદ કરતા નથી પણ જેવી રીતે કેઈની વસ્તુ લીધી હોય ને તેને પાછી આપવી પડે તેમ દેહને ઉલ્લાસથી પાછી સેપે છે, અર્થાત દેહમાં પરિણમતા નથી. દેહ અને આત્માને ભેદ પાડવે તે ભેદજ્ઞાન. જ્ઞાનીને તે જાપ છે, તે જાપથી દેહ અને આત્મા જુદા પડી શકે છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસો