________________
૧૧૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે રોપવે કે ન જણાવે. તેથી સમજવી ન બને. પિતાથી પિતે ગુપ્ત રહેવાનું શી રીતે બનાવાયેગ્ય છે? પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપ યેગે આ જીવ પોતાને, પિતાના નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે, અને એજ માન્યતા તે સંસાર છે. તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેતુ તે જ છે. તે જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્ર, તે જ મિત્રાદિભાવ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહેજ મોક્ષ છે. અને એજ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે. અને તે સાધન પણ જીવ જે પોતાના પુરૂષાર્થને તેમાં ગેપવ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ એમાં કંઈ સંશય નથી.
જેની ઉત્પત્તિ કેઈપણ અન્ય દ્રવ્યથી થતી નથી, એવા આત્માને નાશ પણ કયાંથી હોય? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એજ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સવ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અલેશ સમાધિને પામે છે. હું શરીર નથી પણ તેથી ભિન્ન એ જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વકમની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદકર્તવ્ય જ નથી, એમ આત્માથીનું અનુપ્રેક્ષણ હોય.
૩ શાંતિ