________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૧૧૭ ફળીભૂત થાય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કેઈ કર્મોનું કારણ થતી નથી. વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે છે તેનાથી પિતાનું જુદાપણું જાણું, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મેહ-મમત્વાદિ ત્યાગ્યાં હોય, તે તે મેટું શ્રેય છે, તથાપિ તેમ ન બન્યું હોય તે કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કમબંધન થતું નથી, અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરૂષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડે ઉપાય છે. જો કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેને તેમ કરવા નિશ્ચય છે તે વહેલે મોડે ફળીભૂત થાય છે.
જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે કોઈપણ પ્રકારે મૂચ્છપાત્ર આ દેહ નથી, તેને દુઃખે શેચવા ગ્ય આ આત્મા નથી. આ આત્માને આત્મ-અજ્ઞાને શેચવું એ સિવાય બીજા શે તેને ઘટતે નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂર્છા નથી વર્તતી તે પુરૂષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે.
દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહને જેનાર, જાણનાર એ આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે, તે પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક ક્ષયવૃદ્ધિ રૂપાદિ પરિણામ જોઈ હર્ષશેકવાન થવું કઈ રીતે ઘટતું નથી, અને અમને તમને તે નિર્ધાર કરે, રાખ ઘટે છે અને એ જ્ઞાનીના માર્ગને મુખ્ય વનિ છે.
શ્રી તીર્થકરાદિએ ફરી ફરી ને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠેકી ઠેકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તે સહજ મિક્ષ છે, નહીં તે અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કાંઈ