________________
૧૧૩
૧૧૩
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ : ૪૪. આના ભાગ ૨
વચનાવલી ૧. જીવ પિતાને ભૂલી ગયા છે, અને તેથી સત્ સુખને તેને વિયેગ
છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. ૨. પિતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ
નિઃશંક માનવું. ૩. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમજાય
છે, છતાં જીવ લેકલજજાદિ કારણોથી અજ્ઞાનીને આશ્રય છેડતે
નથી, એજ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. ૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ
જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પિતાની ઈરછાએ પ્રવર્તતાં અનાદિ
કાળથી રખડે. ૫. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય,
ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. ૬. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન,
મન, ધનની આસક્તિને ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. ૭. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મેક્ષાભિલાષીને તે
કર્યા વિના ઉપદેશ પરિણુમતે નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિને હેતુ થતું નથી માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય
કર્તવ્ય છે એમ સત્પરૂએ કહ્યું છે. પાઠાન્તર–જો કે જ્ઞાની ભકિત ઈચ્છતા નથી પરંતુ મોક્ષાભિલાષીને તે
કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ અનાદિકાળનું ગુપ્ત તત્વ
સંતના હૃદયમાં રહ્યું તે પાને ચઢાવ્યું છે. ૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. ૯. 2ષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મિક્ષ થવાને જ ઉપદેશ
કર્યો હતે. ૧૦. પરિક્ષિત રાજાને શુકદેવજુએ એજ ઉપદેશ કર્યો છે.
પ્ર. ૮