________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ ગૃહકુટુંબ પરિગ્રહાદિભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ દ્વેષ કષાય છે, તેજ “વિપર્યાસબુદ્ધિ છે, અને અહંતા, મમતા તથા કષાય જ્યાં વૈરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા ગ્ય થાય છે. ગૃહ કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિતે ઉત્પન્ન થતે એ જે કષાય કલેશ તેનું મંદ થવું તે “ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સબુદ્ધિ કરે છે, અને તે બુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે કેમકે ચક્ષુને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત્ દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ, આત્મભાવ વિચારક્ષક્ષએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં અથવા યથાવત્ વિવેક હાય નહીં. સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મેહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે.
શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા યોગ્ય છે. એક પ્રકાર “ઉપદેશને અને બીજો પ્રકાર “સિદ્ધાંતને છે. જન્મમરણાદિ કલેશવાળા આ સંસારને ત્યાગ ઘટે છે, અનિત્ય પદાર્થમાં વિવેકીને રૂચી કરવી હોય નહીં, માતાપિતા, સ્વજનાદિક સર્વને
સ્વાર્થરૂપ સંબંધ હોવા છતાં આ જીવ તે જાળને આશ્રય કર્યા કરે છે, એજ તેને અવિવેક છે. પ્રત્યક્ષ રીતે ત્રિવિધ તાપરૂપ આ સંસાર જણાતાં છતાં મૂર્ખ એ જીવ તેમાં જ વિશ્રાંતિ ઈચ્છે છે. પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે, એ આદિ જે શિક્ષા છે તે ઉપદેશજ્ઞાન છે.
વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બોધ થયે. જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિ