________________
एवं एकव्यवहारप्रयोजकत्त्वात् घटभेदो घटभेदाभावाभावोऽपि च एक एव मन्तव्यः ।
ચાન્દ્રશેખરીયા : ઉત્તર ઃ ઘટત્વજ્ઞાન જ્યારે થાય ત્યારે ત્યાં ઘટાભાવાભાવનો વ્યવહાર નથી થતો. પણ ઘટજ્ઞાન કે ઘટાભાવાભાવજ્ઞાન થયા પછી જ ઘટાભાવાભાવનો વ્યવહાર થાય છે. એટલે આ બે જ્ઞાન એક સરખા વ્યવહારને લાવી આપનાર હોવાથી, તેમના વિષયભૂત ઘટ+ઘટાભાવાભાવ એક બની શકે. પણ, તેવો વ્યવહાર ન લાવી આપનાર ઘટત્વજ્ઞાનનો વિષય ઘટત્વ એ છૂટાદિ રૂપ બનવાની આપત્તિ ન આપી શકાય.
એમ ઘટભેદજ્ઞાન અને ઘટભેદાભાવાભાવજ્ઞાન એ ઘટભેદભાવાભાવનો વ્યવહાર લાવી આપે છે. માટે એ બેય જ્ઞાનના વિષયો ઘટભેદ+ઘટભેદાભાવાભાવ એ એક જ સિદ્ધ થાય છે.
આમ, ઘટભેદના અભાવનો અભાવ ઘટભેદરૂપ સિદ્ધ થાય જ છે. માટે “ઘટભેદ સિવાયના પદાર્થોના જ અભાવનો અભાવ તત્પદાર્થ સ્વરૂપ માનવો.” એ તમારો સિદ્ધાન્ત બરાબર નથી.
चान्द्रशेखरीया : अत्रायमाशयः । घटाभावाभावज्ञानं घटाभावाभावव्यवहारस्य कारणम् । यदा घटज्ञानं भवति, तदापि स व्यवहारो भवति । तेन यदि घटः घटाभावाभावरूपो न मन्यते, तर्हि अत्र घटाभावाभावज्ञानात्मककारणाभावेऽपि घटाभावाभावव्यवहारात्मकस्य कार्यस्य सत्त्वात् व्यतिरेकव्यभिचारो भवति । तन्निवारणार्थं घटो घटाभावाभावरुपो मन्तव्यः ।
घटत्वज्ञानं तु न साक्षात् घटाभावाभावव्यवहारकारणम् । अपि तु घटत्वज्ञानस्य पश्चात् घटज्ञानं भवति, तदेव च व्यवहारकारणम् । अतो घटत्वस्य घटाभावाभावरूपात्मकत्वम् न आपादयितु शक्यम् भवता ।
ચાન્દ્રશેખરીયા : ઉત્તર : આશય એ છે કે, ઘટાભાવાભાવનું જ્ઞાન એ ઘટાભાવાભાવના વ્યવહારનું કારણ છે. હવે, જ્યાં ઘટજ્ઞાન થાય છે, ત્યાં પણ તે વ્યવહાર તો થાય છે. ઘટવાદિના જ્ઞાન વખતે તે વ્યવહાર નથી થતો. ઘટત્વજ્ઞાન બાદ ઘટજ્ઞાન થયા બાદ જ તે વ્યવહાર થાય છે. એટલે અહીં જો ઘટાભાવાભાવને ઘટરૂપ ન માનીએ, તો ઘટાભાવાભાવજ્ઞાન= કારણ નથી, અને કાર્ય થાય છે. માટે, વ્યતિરેક વ્યભિચાર આવે. એ નિવારવા ઘટ+ઘટાભાવાભાવને એક માની લઈએ. તો પૂર્વવત વ્યભિચાર નીકળી જાય. ઘટત્વજ્ઞાન પોતે સ્વતંત્રપણે તે વ્યવહારનું કારણ નથી બનતું. એટલે, ઘટત્વને ઘટાભાવાભાવ રૂપ માનવાની આપત્તિ ન આવે.
આ જ રીતે, ઘટભેદને ઘટભેદાભાવાભાવ રૂ૫ માનવો જ પડે.
चान्द्रशेखरीया : ननु न वयं "घटभेदज्ञानं घटभेदाभावाभावव्यवहारकारणं" इति स्वीकुर्मः । अपि तु घटभेदाभावाभावज्ञानं एव तादृशव्यवहारकारणं अभिमन्यामहे । तथा च घटभेदज्ञानकाले तादृशो व्यवहारः एव न भवति येन व्यतिरेकव्यभिचारादि-अवकाशो भवेत् । एवं च न घटभेदो घटभेदाभावाभावात्मकः सिध्यति इति चेत् ।
ચાન્દ્રશેખરીયા : શંકા ઃ અમે ઘટભેદજ્ઞાનને ઘટભેદભાવાભાવના વ્યવહારનું કારણ માનતા જ નથી. જ્યારે, ઘટભેદભાવાભાવનું જ્ઞાન થાય, ત્યારે જ ઘટભેદભાવાભાવનો વ્યવહાર થાય. એટલે ઘટભેદને ઘટભેદભાવાભાવ રૂપ સિદ્ધ કરી શકાતો નથી. ___ चान्द्रशेखरीया : तथापि, घटाभावाभावाभावो घटाभावरूपो अस्ति, इति भवताऽपि अङ्गीकृतम् । किन्तु घटभेदाभावाभावो घटभेदरूपो नास्ति, इति न कोऽपि विनिगमकः अस्ति । अतो विनिगमकाभावेन
ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
વ્યાતિપંચક ઉપર ચાદ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૩૦ commonsoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo